કેશોદ ના સફારી પાર્ક નજીક કેવલ રમેશ સવાણી નામના 28 વર્ષીય બિલ્ડર ની અજાણ્યા ઈસમે બોથડ પદાર્થથી માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઇજા કરી હત્યા કરી હતી. ઉપરાંત મૃતકનો મોબાઈલ તેમજ છ વીંટી તથા એક સોનાના ચેનની લુંટ કરી નાસી ગયા હતા.
આ બાબતે મૃતકના પિતા રમેશભાઈ અંબાવીભાઈ સવાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૃતકના પિતા દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસ તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં શંકાની સોય માળિયા હાટીના ગામના શખ્સ મહોબતસિંહ હનુ દરબાર તરફ ઈશારો કરી રહી હતી. જેથી કેશોદ પોલીસે, સોંદરડા બાયપાસ ચોકડી પાસેથી આરોપીને પકડી પાડ્યો હતો.
કેશોદના સર્કિટ હાઉસમાં પોલીસે આરોપી ઈસમની ગુન્હા સબબ પૂછપરછ કરતા આરોપીએ ગુન્હો કાબુલ કર્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
