Gujarat News/ મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.2.30 કરોડની સાયબર ઠગાઈ

Gujarat News : ગુજરાત CID ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચલાવવામાં આવેલી ‘મ્યુલ હંટ 2.0’ (Mule Hunt 2.0)કામગીરી દરમિયાન કરોડો રૂપિયાની આંતરરાજ્ય સાયબર ઠગાઈ )Cyber Fraud)નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસએ આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ મેટ્રિમોનીયલ સાઇટ (Matrimonial Site) મારફતે ઓળખાણ વધારી અને બાદમાં […]

Gujarat
ગુજરાત CID ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચલાવવામાં આવેલી 'મ્યુલ હંટ 2.0' (Mule Hunt 2.0)કામગીરી દરમિયાન કરોડો રૂપિયાની આંતરરાજ્ય સાયબર ઠગાઈ )Cyber Fraud)નો પર્દાફાશ કરવામાં આવ્યો છે

Gujarat News : ગુજરાત CID ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચલાવવામાં આવેલી ‘મ્યુલ હંટ 2.0’ (Mule Hunt 2.0)કામગીરી દરમિયાન કરોડો રૂપિયાની આંતરરાજ્ય સાયબર ઠગાઈ )Cyber Fraud)નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસએ આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ મેટ્રિમોનીયલ સાઇટ (Matrimonial Site) મારફતે ઓળખાણ વધારી અને બાદમાં ફોરેક્સ ટ્રેડિંગ (Forex Trading)માં મોટા નફાની લાલચ આપી રૂ.2.30 કરોડની છેતરપિંડી આચરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ ‘Jigyasha Kapoor’ નામથી Dilsafar એપ મારફતે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ RoboForex નામની વેબસાઇટ પર ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવી શરૂઆતમાં રૂ.50 હજારનું રોકાણ કરાવ્યું હતું. શરૂઆતમાં નફો બતાવી વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ ટેલિગ્રામ મારફતે વિવિધ બેંક ખાતાઓમાં સતત વધુ રકમ ટ્રાન્સફર કરાવી હતી.

ફરિયાદીએ કુલ રૂ.1.47 કરોડનું રોકાણ કર્યા બાદ વેબપોર્ટલ પર મોટી કમાણી દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ એકાઉન્ટ લોક થઈ ગયું હોવાનું જણાવી તેને અનલોક કરવા માટે રૂ.83 લાખ ભરાવવા કહેવામાં આવ્યું હતું. ઉપરાંત વિથડ્રૉલ ચાર્જ સહિત અન્ય બહાનાં હેઠળ વધુ રકમ વસૂલવામાં આવી હતી. આમ કુલ રૂ.2.30 કરોડ લીધા છતાં ફરિયાદીને એક પણ રૂપિયા પરત આપવામાં આવ્યા નહોતા.

તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીઓએ R.P. Chemicals નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેની કિટ અન્ય આરોપીઓને કમિશનના આધારે આપી હતી. ત્યારબાદ રાજકોટ, દિલ્હી અને નેપાળ સુધી ફેલાયેલા નેટવર્ક મારફતે આ ખાતાઓમાં આવેલી રકમનું ટ્રાન્સફર કરી સાયબર ઠગાઈ (Cyber Fraud)ની કમાણી સગેવગે કરવામાં આવતી હતી.

CID Crimeએ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 7 મોબાઇલ ફોન તેમજ બનાવટી આધાર કાર્ડ અને પાન કાર્ડ સહિતના દસ્તાવેજો કબજે કર્યા છે.

પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. NCCRP પોર્ટલ પર તપાસ કરતાં R.P. Chemicalsના બેંક ખાતા સામે સમગ્ર દેશમાં કુલ 31 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી મળી આવી છે. આ તમામ કેસોમાં મળીને અંદાજે રૂ.15.31 કરોડથી વધુની સાયબર ઠગાઈ થયાનું સામે આવ્યું છે.

ઝડપાયેલા આરોપીઓ

  • રાજ અતુલભાઈ પડસાલા (આણંદ)
  • યાજ્ઞિક અશોકભાઈ રામાણી (રાજકોટ)
  • લક્ષ્મણ જયંતિલાલ વાઘેલા (રાજકોટ)
  • ડો. જયદીપકુમાર બટુકલાલ આરદેસણા (રાજકોટ)
  • સાગર ભીમજીભાઈ ગોકાણી (રાજકોટ)

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, CID ક્રાઇમની ટીમ દ્વારા સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે આ ગેંગ દ્વારા દેશભરમાં અનેક લોકોને આવી જ રીતે ઠગવામાં આવ્યા હોઈ શકે છે.


આ પણ વાંચો : અમદાવાદમાં શેર માર્કેટ રોકાણના નામે 31 લાખની સાયબર ઠગાઈ, નિવૃત્ત વૃદ્ધ બન્યા શિકાર

આ પણ વાંચો : Sabarmati Gas ના નામે સાયબર ઠગાઈ

આ પણ વાંચો : 200 કરોડની સાયબર ઠગાઈ કરતી ગેંગના શખ્સોની ધરપકડ