ગુજરાત/ રાજકોટ અગ્નિકાંડની ઘટનાના ચોથા દિવસે જાગ્યું તંત્ર, શાસક પક્ષના દંડકના ફુડ કોર્ટને કરાયુ સીલ

TRP ગેમઝોન અગ્નિકાંડની દુર્ઘટનાના ચોથા દિવસે તંત્ર સફાળું જાગ્યું. ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરતાં શાસક પક્ષના દંડકના ફુડ કોર્ટને સીલ કરવામાં આવ્યું.

Top Stories Gujarat Surat

સુરત : TRP ગેમઝોન અગ્નિકાંડની દુર્ઘટનાના ચોથા દિવસે તંત્ર સફાળું જાગ્યું. ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરતાં શાસક પક્ષના દંડકના ફુડ કોર્ટને સીલ કરવામાં આવ્યું. અગ્નિકાંડમાં 27 જેટલા લોકોના મોત થયા. ગેમઝોન અગ્નિકાંડ મામલાએ રાજ્યભરમાં ઉહાપોહ મચાવતા તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા. આ અનુસંધાનમાં અધિકારીઓને સસ્પેન્ડ કરાયા તેમજ બદલીઓ પણ કરવામાં આવી. આ ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટી તેમજ મંજૂરી મામલે ચકાસણી હાથ ધરવામાં આવી. જે સંદર્ભે શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાના ફૂડ કોર્ટને સીલ કરી દેવામાં આવ્યું.

સુરત શહેરના પાલ રોડ પર ધર્મેશ વાણિયાવાલાનું ફૂડ કોર્ટ આવેલું છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલ ચકાસણી દરમ્યાન દંડક ધર્મેશ વાણિયાવાલાના ફૂડકોર્ટ પાસે NOC ના હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને તંત્રએ કોઈ લાગવગ ના લગાવતા ફુડકોર્ટ સીલ કર્યું. ઘટનાના ચોથા દિવસે ફૂડ કોર્ટ સીલ કરાતા કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે ત્રણ દિવસ સુધી તંત્ર દ્વારા તેમના લાભકર્તાને બચાવવાનો પ્રયાસ કરાયો. મામલો ઉગ્ર બનતા આખરે લાગ્યું કે હવે વધુ ઢીલી નીતિ તેમના માટે નુકસાન કરી શકે છે. હજુ ચૂંટણીનો અંતિમ તબક્કો બાકી છે. 1 જૂનના રોજ લોકસભા ચૂંટણીનો સાતમો અને અંતિમ તબક્કો છે. અને 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના તમામ રાજ્યોના પરિણામ એકસાથે છે. ત્યારે રાજકોટમાં બનેલ ગેમઝોન અગ્નિકાંડની વધુ જ્વાળાઓ શાસક પક્ષને નુકસાન ના કરે માટે પોતાના માણસોને પણ લાલ આંખ બતાવતા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે.

ધર્મેશ વાણિયાવાલાના ‘લા પેન્ટોલા’ ફૂડ કોર્ટની મંજૂરી અને સેફ્ટીની લઈને લાલિયાવાડી ના ચલાવતા તંત્રે ફૂડ કોર્ટ સીલ કર્યું. અગ્નિકાંડ દુર્ઘટના એટલી ભયંકર હતી કે મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એવું પ્રથમ વખત બન્યું છે કે આટલી મોટી સંખ્યમાં એકસાથે DNA ટેસ્ટ કરવામાં આવ્યા હોય. રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને લઈને લોકોમાં સત્તાપક્ષ પ્રત્યે રોષ છે. લોકો આ દુર્ઘટનાને લઈને જવાબદારો સામે કડક કાયદાકીય પગલા લેવાની માંગ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ

આ પણ વાંચો: રાજકોટમાં અગ્નિકાંડને પગલે ACB નું ઓપરેશન, પાંચ ઠેકાણે એસીબીના દરોડા

આ પણ વાંચો: રાજકોટ મનપાની મંજૂરી વગર PGVCLએ વીજ જોડાણ આપ્યું કઈ રીતે?