કઠલાલ લસૂન્દ્રા પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકી હોવાનું સામે આવી રહ્યું છે. આ કારમાં બે લોકો સવાર હતા. જેમાંથી એકનું મોત નીપજ્યું છે. જ્યારે એકનો આબાદ બચાવ થયો છે. આ મામલે નડિયાદ અને અમદાવાદ ફાયરની ટીમે ગાડી શોધવા રેસ્ક્યુ હાથ ધર્યું છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, કઠલાલ લસૂન્દ્રા પાસે નર્મદા કેનાલ પાસેથી પસાર થઇ રહેલી કાર કેનાલમાં ખાબકી હતી. આ કારમાં સવાર બન્ને વ્યક્તિઓ હિંમતનગરના હડિયોલ ગામના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળાં નહેર પર ઉમટ્યા પડ્યા હતા અને આ મામલે પોલીસને જાણ કરવામાં અવી હતી. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને બંને વ્યક્તિ ને બહાર કાઢવાની કામગીરી શરુ કતી હતી. જેમાં એક વ્યક્તિ નો આબાદ બચાવ અને એક વ્યક્તિનો મૃતદેહ રેસ્ક્યુ કરી બહાર કાઢયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
