Ahmedabad News/ અમદાવાદમાં શેલા પછી મેમનગરમાં અક્ષર આર્કેડમાં આગની ઘટના

અમદાવાદમાં મેમનગરમાં આવેલા ડાઇનિંગ હોલમાં આગ લાગી હતી. ઉમિયા ડાઇનિંગમાં લાગેલી આગને કર્મચારીઓએ જ બુઝાવી દીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ ત્યાં થઈ ન હતી.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદના મેમનગરમાં અક્ષર આર્કેડ (Akshar Arcade) માં આગ (Fire) ની ઘટના બની હતી. આ આગ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઉમિયા ડાઇનિંગ હોલમાં (Umiya Dining Hall) લાગી હતી. અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો. ઉમિયા ડાઇનિંગ રેસ્ટોરાના કર્મચારીઓમાં તરત જ દોડધામ મચી ગઈ હતી. તેઓ તરત જ આગ બુઝાવવા લાગી ગયા હતા. તેઓએ તરત જ આગ બૂઝાવી દીધી હતી. તેના લીધે મોટી હોનારત સર્જાતા બચી ગઈ હતી.

અમદાવાદમાં મેમનગરમાં આવેલા ડાઇનિંગ હોલમાં આગ (Fire) લાગી
અમદાવાદમાં મેમનગરમાં આવેલા ડાઇનિંગ હોલમાં આગ (Fire) લાગી

અક્ષર આર્કેડમાં આગ (Fire)

ફાયરબ્રિગેડની ગાડી આવે તે પહેલાં જ કર્મચારીઓએ આગ બુઝાવી દીધી હતી. આગ ઓલવતા કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. અક્ષર આર્કેડ ચાર માળનું બિલ્ડિંગ છે અને તેમા ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. આ એક કોમર્સિયલ કોમ્પ્લેક્સ છે. તેમા વિવિધ ઓફિસો, દુકાનો અને રેસ્ટોરાઓ આવેલી છે. સદનસીબે આગને વહેલામાં વહેલી તકે ઓલવવામાં આવતા બીજે ક્યાંય નુકસાન થયું ન હતું.

અમદાવાદમાં મેમનગરમાં આવેલા ડાઇનિંગ હોલમાં આગ (Fire) લાગી

આમ અમદાવાદમાં એક જ દિવસમાં આગની બે ઘટના નોંધાઈ છે. આ અગાઉ શેલામાં પણ આગની ઘટના બની હતી. અગાઉ અમદાવાદમાં વહેલી સવારે શેલા વિસ્તારમાં આવેલ સ્કાયસિટી રિવેરાના C બ્લોકમાં આગની ભયાનક આગની ઘટના બની છે. આગનો (Shela Highrise Fire) ધુમાડો 15મા માળ સુધી ફેલાતાં સમગ્ર બિલ્ડિંગમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. ઘટના ક્લબ ઓ સેવન (Club O7) રોડ પર આવેલ આ હાઈરાઈઝ ફ્લેટમાં બની છે. અહેવાલ મુજબ, આગની શરૂઆત ત્રીજા માળે થઈ હોવાનું જણાય છે, જેનો ધુમાડો ઉપરના માળ સુધી ઝડપથી ફેલાઈ ગયો હતો. ધુમાડો જોતાં જ ફ્લેટના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો તાત્કાલિક રીતે નીચે ઉતરવા લાગ્યા હતા.

આગને (Shela Highrise Fire) કારણે રહીશોમાં ગભરાહટ

અમદાવાદ ફાયર અને ઈમર્જન્સી સર્વિસિસ (AFES)ની 14થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચીને આગ (Shela Highrise Fire) બુઝાવવાની કામગીરીમાં જોડાઈ છે. ફાયર વિભાગના અધિકારીઓ અને જવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ પણ સ્થળ પર હાજર છે અને રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ કરી રહી છે.

હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા.અનેક રહીશોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. શોર્ટ સર્કિટ, ગેસ લીકેજ કે અન્ય કોઈ કારણ હોઈ શકે છે. તપાસ ચાલુ છે. વહેલી સવારે અચાનક ધુમાડો જોવા મળતાં લોકો ભયભીત થઈ ગયા હતા. કેટલાક લોકો બાલ્કની અને સીડીઓમાંથી નીચે ઉતર્યા હતા. ફાયર વિભાગની ત્વરિત કાર્યવાહીને કારણે મોટી આફત ટળી છે.આગને (Shela Highrise Fire) કાબૂમાં લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો:અમદાવાદમાં કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ, 30થી વધુ દુકાનો બળીને ખાખ

આ પણ વાંચો:અમદાવાદમાં AMTS બસમાં  લાગી આગ, પાલડી વિસ્તારમાં એન્જિનમાંથી ધુમાડો નીકળતા ભડકે બળી ઉઠી બસ, જાનહાનિ ટળી

આ પણ વાંચો:અમદાવાદ પીપળજના ઇન્ડસ્ટ્રીયલમાં ભીષણ આગ