Ahmedabad News/ અમદાવાદમાં કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ, 30થી વધુ દુકાનો બળીને ખાખ

Ahmedabadના કાલુપુર વિસ્તારના રેવડી બજારમાં આજે ભીષણ આગ લાગતા 30થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર બ્રિગેડની 20 ગાડીઓ આગ બુઝાવવા મથી રહી છે.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Kalupur Revdi Bazar Fire

Ahmedabad Kalupur Revdi Bazar Fire : અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર વિસ્તારના પાંચકુવા રેવડી બજાર (સિંધી માર્કેટ)માં આજે (18 માર્ચ) બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા હાહાકાર મચી ગયો છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં 30થી વધુ દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ હતી. માર્કેટમાં કાપડનો મોટો જથ્થો હોવાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

Ahmedabad Kalupur Revdi Bazar Fire

 20થી વધુ ગાડીઓ તૈનાત

આગની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અત્યારે ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર) વિપુલ ઠક્કર અને ચીફ ફાયર ઓફિસર પોતે ઘટનાસ્થળે હાજર રહી ઓપરેશનનું નિરીક્ષણ કરી રહ્યા છે.

જાનહાનિ ટળી, પણ કરોડોનું નુકસાન

સદનસીબે આ ભીષણ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. જોકે, રેવડી બજાર કાપડના વેપાર માટે જાણીતું હોવાથી અને દુકાનોમાં માલ-સામાનનો મોટો જથ્થો ભરેલો હોવાથી વેપારીઓને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, જે તપાસનો વિષય છે.

Ahmedabad Kalupur Revdi Bazar Fire

બજારમાં અફરાતફરીનો માહોલ

ભીષણ આગ અને ધુમાડાના ગોટેગોટાને કારણે સમગ્ર કાલુપુર અને પાંચકુવા વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. સાંકડી ગલીઓ અને લોકોની ભીડને કારણે ફાયર વિભાગને કામગીરીમાં શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ હાલમાં યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે.


આ પણ વાંચો: અમદાવાદની વિવિધ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલને પગલે ગુનો દાખલ

આ પણ વાંચો:અમદાવાદ પોલીસે 15મી ઓગસ્ટના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાને પકડ્યો

આ પણ વાંચો: અમદાવાદમાં માથાભારે તત્વોનો વધતો આતંક