Ahmedabad News : અમદાવાદમાં છેલ્લા થોડા સમયથી માથાભારે અપરાધીઓનો આતંક(Terror) વધી રહ્યો છે. જેમાં સરદારનગર અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી સક્રિય થયેલી હરેશ સિંધી ઉર્ફે હરૂ ની ગેંગે મોડી રાત્રે એક પરિવાર પર હુમલો કર્યો છે..જેના સીસીટીવી સામે આવતા પોલીસે ગુનો નોંધી આ ટોળકીને પકડવાની કવાયત હાથ ધરી છે..
ટીવી સ્ક્રીન પર દેખાતા આ સીસીટીવી ફૂટેજ ગુનાની ગંભીરતાની સાક્ષી પૂરે છે. સરદાર નગરમાં આતંક મચાવનારી આ ટોળકી નો લીડર છે હરેશ મૂળચંદાણી પોતાની ગેંગને લઈને રાત્રે ત્રણ વાગે સરદાર નગરના એક મકાન ત્રાટક્યો.. પાઇપ દંડા અને હથિયારો સાથે આ ટોળકી હુમલો કરવા પહોંચી પરંતુ દરવાજો ન ખુલતા હારુ અને તેની ગેંગના માણસોએ દરવાજા પર ડંડા માર્યા અને પથ્થરમારો કર્યો.
આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.. સીસીટીવી માં હરેશ મુલચંદાણી ઉર્ફે હરુ અને તેના સાગરિતોના ચહેરા બે નકાબ થઈ ગયા.. જેના આધારે સરદારનગર પોલીસે રાયોટીંગ અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો દાખલ કર્યો છે.. સાથે જ હરેશ મુલચંદાણી અને તેના સાગરિતોના ગુનાહિત ઇતિહાસ ના મૂળ સુધી પહોંચવા પોલીસે તપાસ કાર્યવાહી હાથધરી છે.
