Ahmedabad News : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં માથાભારે તત્વોનો આતંક વધી ગયો છે. જેને પગલે સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે. જેમાં લુખ્ખા તત્વોએ જ્વલનશીલ પ્રવાહી છાંટીને દુકાન સળગાવતા ચકચાર મચી ગઈ છે. આ અસામાજીક તત્વોએ મોબાઈલની દુકાન સળગાવતા તેના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. લુખ્ખા તત્વોનો આ વિસ્તારમાં ત્રાસ વધી જતા સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

તે સિવાય માથાભારે શખ્સો અવારનવાર વેપારીઓને પરેશાન કરતા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ ને આધારે તપાસ હાથ ધરી છે.

