દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ઘટતો જઇ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં 16 હજારથી વધુ નવા કોરોનાનાં કેસ નોંધાયા છે, જો કે આ બુધવારે નોંધાયેલા કેસ કરતા વધારે છે. બુધવારે 13,451 કોરોનાનાં કેસ નોંધાયા હતા. વળી, આજે જાહેર કરાયેલા ડેટા અનુસાર, 733 ચેપગ્રસ્ત લોકોનાં મોત થયા છે. જેમા નોંધપાત્ર વધારો થયો છે.
આ પણ વાંચો – સમિટ / PM મોદી આજે આસિયાન-ભારત સંમેલનમાં ભાગ લેશે,આ મુદ્દા પર થશે વાતચીત જાણો…
કોરોના વાયરસની બીજી લહેર દેશમાં સતત તબાહી મચાવી હતી, જેમાં સંક્રમણનાં મામલામાં દરરોજનાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા હતા. જો કે તાજેતરમાં કોરોનાનાં કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19નાં 16,156 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,42,31,809 થઈ ગઈ છે. વળી, સંક્રમણનાં કારણે વધુ 733 લોકોનાં મૃત્યુ પછી, મૃત્યુઆંક વધીને 4,56,386 થઈ ગયો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા ગત વર્ષે 7 ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. વળી, સંક્રમણનાં કુલ કેસ 16 સપ્ટેમ્બરનાં રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરનાં રોજ 60 લાખ, 11 ઓક્ટોબરનાં રોજ 70 લાખ, 29 ઓક્ટોબરનાં રોજ 80 લાખ અને 20 નવેમ્બરનાં રોજ 90 લાખને પાર કરી ગયા હતા. દેશમાં, આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને વટાવી ગયા હતા, આ વર્ષે 4 મે મહિનાનાં રોજ બે કરોડને વટાવી ગયા હતા અને 23 જૂને ત્રણ કરોડને વટાવી ગયા હતા.
COVID19 | India reports 16,156 new cases, 733 deaths in the last 24 hours; Active caseload stands at 1,60,989: Ministry of Health and Family Welfare pic.twitter.com/7RCXC5xQqx
— ANI (@ANI) October 28, 2021
ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં કેસોમાં ઘટાડો થયા બાદ, ઘણા રાજ્યોએ પ્રતિબંધ હળવા કર્યા છે. શાળાઓ પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી રહી છે. કોરોનાને લગતા મોટાભાગનાં પ્રતિબંધો લગભગ સમાપ્ત થઈ ગયા છે. જો કે નિષ્ણાંતોએ શાળાઓ ખોલવાનું કહ્યું છે, પરંતુ સાથે સાથે પ્રતિબંધો હળવા કરવાની ચિંતા પણ વ્યક્ત કરી છે.
