Haryana News : સ્ટડી વિઝા પર રશિયા ગયેલો હરિયાણાનો 21 વર્ષનો અનુજ ગૂમ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. અનુજને રશિયા ગયા બાદ કામ મળતા આર્થિક સ્થિતી સુધરશે એવી આશા હતી. જોકે રશિયા પહોંચેલા અનુજને કામ પણ મળ્યું. પરંતુ રશિયાના કોઈ એજન્ટે 52 લાખ રૂપિયાની લાલચ બતાવીને તેને પોતાની જાળમાં ફસાવ્યો હતો.
જેમાં અનુજને 10 દિવસની તાલીમ આપવામાં આવી હતી. બાદમાં સીધો યુક્રેન સાથેના યુધ્ધના મેદાનમાં ધકેલી દેવાયો હતો. 13 ઓક્ટોબર પછી અનુજની કોઈ માહિતી ન હોવાનું તેના પરિવારનું કહેવું છે. અનુજને પાછો લાવવા માટે તેના કુટુંબીજન હવે મદદ માંગે છે.
રશિયા પહોંચવા 10 લાખનો ખર્ચ કર્યો
સૂત્રોના જણાવ્યા મુજબ ઘરની આર્થિક હાલત સુધારવા માટે 6 લાખ રૂપિયા આપીને રશિયા ગયો હતો. રશિયામાં શોધખોળ બાદ તેને એક જીમમાં જોબ મળી હતી. દરમિયાન થોડા દિવસ પછી અન્ય યુવકો સાથે અનુજને પણ ફોસલાવીને રશિયન આર્મીમાં જોડાવા કહ્યુંહતું. તેમાંથી ઘણા લોકો આર્મીમાં સામેલ થયા હતા જ્યારે અમુક લોકોએ ના કહી દીધી હતી.
10 દિવસની તાલીમ બાદ યુદ્ધ મેદાને મોકલ્યો
કેટલાક યુવકોના ઈન્કારને લઈને એજન્ટે ફરીથી તેમનો સંપર્ક કર્યો હતો. જેમાં તેણે રૂ.52 લાખની લાલચ આપીને આ રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં ધીમે ધીમે આવશે, એમ કહ્યું હતું. બીજીતરફ અનુજ એજન્ટની વાતોમાં આવી ગયો અને રશિયન આર્મીમાં જોડાઈ ગયો હતો. 10 દિવસની તાલીમ બાદ અનુજને યુધ્ધના મેદાનમાં ધકેલી દેવાયો હતો.
13 ઓક્ટોબરના રોજ છેલ્લાવાર અનુજ સાથે વાત થઈ હોવાનું તેના કુટુંબીજનોનું કહેવું છે. તે વખતે અનુજે તેમને ફ્રન્ટ લાઈન એટલેકે રેડ ઝોનમાંમોકલવામાં આવી રહ્યા હોવાનું કહ્યું હતું. જોકે બાદમાં પરિવાર સાથે તેની કોઈ વાત થઈ ન હતી. પહેલા કેટલાક ફસાયેલા યુવકો ભારત આવી ગયા હતા. છત્તા કેટલાક યુવકો હજી ફસાયેલા છે. જેમાં અનુજનો પણ સમાવેશ થાય છે. જે છેલ્લા દોઢેક મહિનાથી ગૂમ છે.

