Not Set/ ગામમાંથી મળ્યો યુવકનો કોહવાયેલો મૃતદેહ, મૃતક ત્રણ દિવસથી ગૂમ હોવાનુ અનુમાન

ભુજ, ભુજ તાલુકાના ભારાસર ગામની સીમમાં હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવતા ચકચાર મચી. 27 વર્ષિય કોલી યુવકનો નગ્ન હાલતમાં મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ હતી. લાશની જાણ પોલીસને કરવામાં આવતા ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશની ઓળખ કરી હતી. મૃતકનુ નામ અરવિંદ સુલેમાન કોલી હોવાનુ અને મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતો હોવાનુ સામે આવ્યુ. […]

Gujarat Others Trending

ભુજ,

ભુજ તાલુકાના ભારાસર ગામની સીમમાં હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવતા ચકચાર મચી. 27 વર્ષિય કોલી યુવકનો નગ્ન હાલતમાં મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ હતી.

લાશની જાણ પોલીસને કરવામાં આવતા ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશની ઓળખ કરી હતી. મૃતકનુ નામ અરવિંદ સુલેમાન કોલી હોવાનુ અને મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતો હોવાનુ સામે આવ્યુ.

મૃતક છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતો. ભારાસર ગામની સીમમાં તીક્ષ્ણ હથિયારોના ઘા મારી યુવકનુ મોત નીપજાવી લાશ ફેંકી દેવાઈ હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતકની લાશને પીએમ માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. બનાવ અંગે અજાણ્યા શખ્સો વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી માનકૂવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે