ટેલિવૂડ/ ફરી ઉડી રામાયણના રાવણના નિધનની અફવા, લક્ષ્મણ સુનીલ લહરી કહ્યું- ભગવાનની દયાથી ઠીક છે અરવિંદ જી

કોરોનામાં ઘણા ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં અનેક સેલેબ્સના નિધનની અફવાઓ પણ બહાર આવી રહી છે.

Trending Entertainment

કોરોનામાં ઘણા ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં અનેક સેલેબ્સના નિધનની અફવાઓ પણ બહાર આવી રહી છે. મીનાક્ષી શેષાદ્રી, લકી અલી પછી, ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવનારા અરવિંદ ત્રિવેદીના નિધનની અફવા ફેલાવા લાગી છે. આ સમાચારને ‘લક્ષ્મણ’ સુનિલ લહરીએ નકારી કાઢી છે. તેમણે લોકોને આવી અફવાઓ ન ફેલાવવા વિનંતી પણ કરી છે.

સુનિલ લહરીએ અરવિંદ ત્રિવેદીની તસવીરો શેર કરીને એક સંદેશ લખ્યો છે, આજકાલ કોરોનાને કારણે કોઈને કોઈ ખરાબ સમાચાર સાંભળવા મળે છે, ઉપરથી અરવિંદ ત્રિવેદી જીના ખોટા સમાચારો, મારી વિનંતી છે કે ખોટી અફવા ફેલાવનારાઓને વિનંતી છે કે આવી અફવા ન ફેલાવો… અરવિંદ જી ભગવાનની દયાથી ઠીક છે અને પ્રાર્થના કરું છે કે ભગવાન તેમને કાયમ સ્વસ્થ રાખે.

https://www.instagram.com/p/COeZK0wHYkd/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો :અલી ગોનીની માતા–બહેન અને ભાણીયાઓને થયો કોરોના, સોશિયલ મીડિયા પર આપી માહિતી

ગયા વર્ષે પણ ફેલાઈ હતી આવી જ અફવાઓ 

ગત વર્ષે પણ અરવિંદ ત્રિવેદીના મોતના સમાચાર સામે આવ્યા હતા. તે સમયે તેમના ભત્રીજાએ ટ્વિટર પર સ્પષ્ટતા કરી હતી કે અરવિંદ ત્રિવેદી એકદમ ઠીક છે. ગયા વર્ષે કોરોના લોકડાઉન દરમિયાન ‘રામાયણ’ અને ‘મહાભારત’ શો ટેલિકાસ્ટ થયા હતા. આ બંને સિરિયલોને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી.

આ પણ વાંચો :દીપિકા પાદુકોણ સહીત આખો પરિવાર કોરોનાની ચપેટમાં, મમ્મી-પપ્પા અને બહેન ત્રણેય કોરોના સંક્રમિત

આપને જણાવી દઈએ કે, રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલી રામાયણમાં અરવિંદ ત્રિવેદીએ રાવણની શક્તિશાળી ભૂમિકા ભજવી હતી. તેમણે એવી ભૂમિકા ભજવી હતી કે આજ સુધી લોકોની નજરો સામે એ જ છબી રહી છે. અરવિંદ ત્રિવેદી છેલ્લા ઘણા સમયથી પડદાથી દૂર છે અને તેઓ પણ ખૂબ જ કમજોર છે. ગયા વર્ષે જ્યારે લોકડાઉન થયું હતું અને રામાયણ ફરીથી પ્રસારિત કરવામાં આવી હતી, ત્યારે રામાયણ જોતા અરવિંદ ત્રિવેદીનો ફોટો ખૂબ વાયરલ થયો હતો. રામાયણના તમામ સ્ટાર્સે અભૂતપૂર્વ અભિનય કર્યો હતો. આજે પણ લોકો રામાયણને એટલી જ પસંદ કરે છે જેટલી વર્ષો પહેલા કરતા હતા. રામાયણ દરેકને ઘણા પાઠ ભણાવે છે.

આ પણ વાંચો :નીક્કી તંબોલીના ભાઈનું કોરોનાથી નિધન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દુઃખ