મુંબઇ,
બોલિવૂડના પાવર કપલ દીપવીર એટલે કે દીપિકા પદુકોણ અને રણવીર સિંહે બોલિવૂડના ફ્રેન્ડ્સના સાથે મુંબઈની ધ ગ્રાન્ડ હયાત હોટલમાં સેલિબ્રશન કર્યું. ઇન્વિટેશન કાર્ડ મુજબ, પાર્ટીનો ડ્રેસ કોડ બ્લેક ટાઇ હતી. અહેવાલો અનુસાર, આ પાર્ટીમાં એક્ટર, ડાયરેક્ટર અને ક્રુ મેમ્બર સહિત 800 લોકોને ઇનવેઇટ કર્યા હતા. અત્યાર સુધી ફંક્શન્સમાં દીપિકા, રણવીરનાં લુક્સ ચર્ચામાં છે. તેમના આ વખતનો ખુબ જ હટકે છે.
— Ranveer Singh (@RanveerOfficial) December 1, 2018
બેંગલુરુમાં ફેમિલી, મુંબઈમાં ફ્રેન્ડ્સ સાથે DeepVeer પહેલા પણ બે રિસેપ્શન કરી ચુક્યા છે. વેલ તેમના બે રિસેપ્શન્સ પછી રણવીરની બહેન રિતિકા પણ પોતાની નવી ભાભી દીપિકાનું સ્વાગત કરવા માટે એક પાર્ટી રાખી હતી. તેમાં રણવીર અને દીપિકાનાં રંગીલા લુક્સની ઘણી ચર્ચાઓ હતી. કાલે (1 ડિસેમ્બરે) થનાર આ રિસેપ્શનમાં તેમના બોલિવૂડના મિત્રો અને કો-વર્કર્સનો સમાવેશ થાય છે. રિસેપ્શન શરૂ થવા સાથે રણવીર પોતે જ ટ્વિટ પર તેના રિસેપ્શનના લૂક તેમના ફેન્સથી શેર કર્યા હતા.
આપને જણાવી દઈએ કે લાંબા સમયના રિલેશનશિપમાં રહ્યા પછી રણવીર અને દીપિકાએ 14-15 નવેમ્બરના રોજ ઇટલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. 14 તારીખે કોંકણી અને 15 તારીખે સિંધી રિવાજથી બંને એકબીજાના થયા હતા.
અહીં જુઓ દીપવીરની રિસેપ્શન પાર્ટીમાં મસ્તી…















