Dhanteras 2026: ભગવાન કુબેરનું નર વાહન (Kuber Vahan) એ બાબતનો સંકેત છે કે ધનની પાછળ દોડનાર ધનનો ગુલામ બની જાય છે. આથી જો તમે ધનની આવશ્યકતાને નિયંત્રિત ન કરી તો ધન તમને નિયંત્રિત કરી લેશે! ધન કમાવું અને સંચય કરીને રાખવું જ કેવળ જરુરી નથી પરંતુ એના ઉપયોગ અને આવશ્યકતા પર પણ નિયંત્રણ રાખવું જરુરી છે.
ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ જ નહિં પરંતુ કુબેર દેવ (Kuber Dev)ની પૂજા કરવી પણ અત્યંત શુભ ગણાય છે. ધન ત્રયોદશીએ એમની પૂજા કરવી જોઇએ અને એવી માન્યતા છે કે, કુબેર દેવની પૂજા-ઉપાસના વિના પૂજા સંપૂર્ણ ગણાતી નથી. ઘરની આર્થિક સ્થિતિ (Economy) પર એમનું પૂજન કરવાથી સકારાત્મક પ્રભાવ પડે છે. તો ચાલો આજે જાણીશું કે, કુબેર દેવ કોણ છે અને શાસ્ત્રોમાં એમનું શું વર્ણન કરેલું છે?

કુબેર અને રાવણ સાવકા ભાઇ
કુબેર એ દેવોના કોષાધ્યક્ષ અર્થાત્ ખજાનચી ગણાય છે. આ દેવને ધન-સંપત્તિના દેવ કહેવામાં આવે છે. સ્કંદ પુરાણમાં વર્ણિત કથા અનુસાર, કુબેર ત્રિદેવો પૈકીના એક, ભગવાન બ્રહ્મા (Brahma)ના પૌત્ર અને ઋષિ વિશ્રવાના પુત્ર અને લંકાપતિ રાવણ (Ravan)ના સાવકા ભાઇ હતા. ઋષિ વિશ્રવાની બે પત્નીઓ હતી. એક રાવણની માતા કૈકસી અને કુબેરની માતા એક દેવકન્યા હતી. રાવણે કુબેરની સોનાની લંકા અને પુષ્પક વિમાન (Pushpak Viman) એમની પાસેથી છીનવી લીધા હતા અને લંકા પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું હતુ.
ઉત્તર દિશાના કોષાધ્યક્ષ દેવ
ધનતેરસના શુભ દિને, ગણેશજી (Ganesh), માતા લક્ષ્મી, ભગવાન ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત, ધનના અધિપતિ કુબેર દેવની આરાધના કરવાનું પણ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે કુબેર મહારાજે અનેક વર્ષો સુધી તપસ્યા કરીને ભગવાન બ્રહ્માને પ્રસન્ન કર્યા હતા. અને એમની તપસ્યા અને ભક્તિથી પ્રભાવિત થઇને બ્રહ્માજીએ એમને ઉત્તર દિશા (North Direction)ના દેવનું પદ પ્રદાન કર્યુ અને અખૂટ ધન, સ્વર્ણ ભંડાર આપીને યક્ષોના અધિપતિ દેવ બનવાનું વરદાન પ્રદાન કર્યું હતુ.
આ વરદાન પ્રાપ્ત કર્યા બાદ જ કુબેર દેવને ધન-સંપત્તિ, વૈભવ અને સમૃદ્ધિના સ્વામી માનવામાં આવે છે. ભગવાન બ્રહ્માએ એમને એવા આશીર્વાદ પણ આપ્યા હતા કે, એમને સમગ્ર સૃષ્ટિમાં ધનના રક્ષક કે કોષાધ્યક્ષ (Treasurer) તરીકે સંબોધવામાં આવશે. એવી માન્યતા છે કે, જે વ્યક્તિ ધનતેરસના પવિત્ર દિવસે શ્રદ્ધાપૂર્વક કુબેરની પૂજા કરે એના ઘરમાં ધન, વૈભવ, સૌભાગ્ય તથા સમૃદ્ધિનું આગમન થાય છે અને માતા લક્ષ્મીનો સ્થાયી રુપે વાસ થાય છે.
ભગવાન કુબેર- ધન-સંપત્તિ અને ઐશ્વર્યના અધિપતિ
દર વર્ષે અશ્વિન અર્થાત્ આસો માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીએ ધનતેરસનું પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 6 નવેમ્બરે મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન ધન્વંતરિની સાથે કુબેર દેવતાની પણ પૂજા થાય છે. શાસ્ત્રોમાં કુબેર મહારાજને દેવતાઓના ખજાનાના સંરક્ષક તરીકે દર્શાવવામાં આવેલા છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન કુબેરનું વાહન (Kuber Vahan) એક નર અર્થાત્ મનુષ્ય છે? આની પાછળ ખાસ ધાર્મિક અને પ્રતીકાત્મક માન્યતા જોડાયેલી છે. તો ચાલો એ વિશે જાણીએ…
ભગવાન કુબેરને ધન-સંપત્તિ તથા ઐશ્વર્યના અધિપતિ માનવામાં આવ્યા છે. એમને યક્ષોના રાજા પણ કહેવાય છે. પદ્મ પુરાણ અને લિંગ પુરાણ અનુસાર, નર અર્થાત્ મનુષ્ય કુબેર મહારાજની સવારી (Kuber Vahan) છે. આની પાછળ એક વિશેષ સંદેશ છુપાયેલો છે. વાસ્તવમાં ધનના અધિપતિ કુબેર મહારાજ છે પરંતુ ધનનો સૌથી વાસ્તવિક ઉપયોગ મનુષ્ય (Human Being) દ્વારા જ કરી શકાય છે. આથી માનવ જીવનમાં ધનનું સર્વાધિક મહત્વ છે. દેવતા અને રાક્ષસો ભલે ને કેટલાયે શક્તિશાળી હોય પરંતુ ધનનું મહત્વ અને નિયંત્રણ માનવ જીવનમાં જ સૌથી અધિક છે.

કુબેર દેવતાનું વાહન નર?(Kuber Vahan)
એક મનુષ્ય પોતાનું આખુ જીવન ધન કમાવામાં લગાવી દે છે. ત્યાર બાદ એ પોતાના પરિવારનું પાલન-પોષણ કરવામાં એ નાણાને ખર્ચ કરે છે. સમય જતાં એ ઘણો જ મહત્વાકાંક્ષી બની જાય છે. એની જરુરિયાતો અને ઈચ્છાઓ વધતી જાય છે. ધનની દોડમાં મનુષ્ય આગળ જ રહેવા ઈચ્છે છે પરંતુ કેટલીયે વાર પૈસાની આ ભૂખ મનુષ્યને પોતાનો ગુલામ બનાવી લે છે. આનુ પરિણામ એ આવે છે કે, ધનની માગણી માનવને સંપૂર્ણ રીતે પોતાના વશમાં કરી લે છે અને એની પાસે કેઇ પણ કરાવી શકે છે!
ભગવાન કુબેરનું નર વાહન આ બાબતનો સંકેત આપે છે કે ધનની પાછળ દોડનારા ધનના જ ગુલામ બની જાય છે. જો તમે ધનની જરુરિયાતને નિયંત્રિત ન કરી તો ધન તમને નિયંત્રિત કરી લેશે! આથી ધનને કેવળ કમાવું કે જોડીને રાખવું જરુરી નથી પરંતુ એના ઉપયોગ અને આવશ્યકતા પર પણ નિયંત્રણ રાખવું જરુરી છે.

કુબેરના નર વાહનની કથા (Kuber Vahan Katha)
લોક પરંપરાઓમાં ભગવાન કુબેરના વાહન (Kuber Vahan) અંગે એક કથા ઘણી જ પ્રચલિત છે. એવું કહેવાય છે કે, જ્યારે ભગવાન શિવે કુબેરને યક્ષોના રાજા અને ધનના અધિપતિ બનાવ્યા ત્યારે એમના વાહન અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો. આ દરમિયાન એક પ્રશ્ન એ ઉઠ્યો કે કુબેર માટે સૌથી ઉચિત વાહન કયું રહેશે? ત્યારે એવો મત દર્શાવવામાં આવ્યો કે ધન (Money)નો સૌથી વધુ ઉપયોગ તો પૃથ્વી લોકમાં રહેનારા મનુષ્યો જ કરે છે. મનુષ્ય ધન કમાય છે, એનો સંગ્રહ કરે છે અને પોતાની જરુરિયાતો અનુસાર એને ખર્ચ પણ કરે છે. આ જ આધાર પર નર અર્થાત્ માનવને કુબેરનું વાહન માનવામાં આવ્યું.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: ધનતેરસ 2026 ના ઘરની આ દિશામાં હંમેશાં ભરીને રાખો પાણીનો ગ્લાસ…મોજ કરાવશે ધન્વંતરી!
