Dharma & Bhakti/ કુબેર કોણ છે…લક્ષ્મીજી અને આ દેવતાની ઉપાસના વિના ધનતેરસનો તહેવાર પૂર્ણ ન ગણાય…

કુબેર દેવના સાવકા ભાઈ રાવણે કુબેરની સોનાની લંકા અને પુષ્પક વિમાન એમની પાસેથી છીનવી લીધા હતા અને લંકા પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું હતુ…

Trending festival Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ જ નહિં પરંતુ કુબેર દેવ (Kuber Dev)ની પૂજા કરવી પણ અત્યંત શુભ ગણાય છે. ધન ત્રયોદશીએ એમની પૂજા કરવી જોઇએ અને એવી માન્યતા છે કે, કુબેર દેવની પૂજા-ઉપાસના વિના પૂજા સંપૂર્ણ ગણાતી નથી. ઘરની આર્થિક સ્થિતિ (Economy) પર એમનું પૂજન કરવાથી સકારાત્મક પ્રભાવ પડે છે. તો ચાલો આજે જાણીશું કે, કુબેર દેવ કોણ છે અને શાસ્ત્રોમાં એમનું શું વર્ણન કરેલું છે?

ધનના દેવતા કુબેર દેવ

આજે ધનતેરસ (Dhanteras)નો પાવન તહેવાર છે અને આજથી જ દિવાળી (Diwali)ના પંચ દિવસીય તહેવારોની ઉજવણી શરુ થઇ જાય છે. આ તહેવાર અશ્વિન માસની કૃષ્ણ પક્ષની ત્રયોદશીએ મનાવવામાં આવે છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, આ તહેવારે આરોગ્ય અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિ (Mata Lakshmi, Dhanvantari)ની પૂજાનું વિધાન છે. ઉપરાંત આ દિવસે ધનના દેવતા કુબેરની પૂજા પણ કરવામાં આવે છે. આજે અમે તમને દર્શાવવા જઇ રહ્યાં છીએ કે, જેમના વિના ધનતેરસની પૂજા અધૂરી ગણાય છે એવા આ કુબેર દેવ કોણ છે?

કુબેર અને રાવણ સાવકા ભાઇ

કુબેર એ દેવોના કોષાધ્યક્ષ અર્થાત્ ખજાનચી ગણાય છે. આ દેવને ધન-સંપત્તિના દેવ કહેવામાં આવે છે. સ્કંદ પુરાણમાં વર્ણિત કથા અનુસાર, કુબેર ત્રિદેવો પૈકીના એક, ભગવાન બ્રહ્મા (Brahma)ના પૌત્ર અને ઋષિ વિશ્રવાના પુત્ર અને લંકાપતિ રાવણ (Ravan)ના સાવકા ભાઇ હતા. ઋષિ વિશ્રવાની બે પત્નીઓ હતી. એક રાવણની માતા કૈકસી અને કુબેરની માતા એક દેવકન્યા હતી. રાવણે કુબેરની સોનાની લંકા અને પુષ્પક વિમાન (Pushpak Viman) એમની પાસેથી છીનવી લીધા હતા અને લંકા પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું હતુ.

ઉત્તર દિશાના કોષાધ્યક્ષ દેવ

ધનતેરસના શુભ દિને, ગણેશજી (Ganesh), માતા લક્ષ્મી, ભગવાન ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત, ધનના અધિપતિ કુબેર દેવની આરાધના કરવાનું પણ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે કુબેર મહારાજે અનેક વર્ષો સુધી તપસ્યા કરીને ભગવાન બ્રહ્માને પ્રસન્ન કર્યા હતા. અને એમની તપસ્યા અને ભક્તિથી પ્રભાવિત થઇને બ્રહ્માજીએ એમને ઉત્તર દિશા (North Direction)ના દેવનું પદ પ્રદાન કર્યુ અને અખૂટ ધન, સ્વર્ણ ભંડાર આપીને યક્ષોના અધિપતિ દેવ બનવાનું વરદાન પ્રદાન કર્યું હતુ. આ વરદાન પ્રાપ્ત કર્યા બાદ જ કુબેર દેવને ધન-સંપત્તિ, વૈભવ અને સમૃદ્ધિના સ્વામી માનવામાં આવે છે. ભગવાન બ્રહ્માએ એમને એવા આશીર્વાદ પણ આપ્યા હતા કે, એમને સમગ્ર સૃષ્ટિમાં ધનના રક્ષક કે કોષાધ્યક્ષ (Treasurer) તરીકે સંબોધવામાં આવશે. એવી માન્યતા છે કે, જે વ્યક્તિ ધનતેરસના પવિત્ર દિવસે શ્રદ્ધાપૂર્વક કુબેરની પૂજા કરે એના ઘરમાં ધન, વૈભવ, સૌભાગ્ય તથા સમૃદ્ધિનું આગમન થાય છે અને માતા લક્ષ્મીનો સ્થાયી રુપે વાસ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: