Dharma & Bhakti/ 37 % લગ્નો કુંડળી ન મળવાથી તૂટી રહ્યાં છે!! BHU ના 3 પ્રોફેસરનો રિસર્ચ…ગ્રહો મળવા જરુરી…

હોટલ બુકિંગ અનુસાર લગ્ન ન કરવા. લગ્નના સારા મુહૂર્ત જોવા પંચાંગ આધારિત હોય છે. મુહૂર્તને અવગણવાથી કે સારા મુહૂર્તમાં લગ્ન ન કરવાથી લગ્નમાં વિઘ્નો…

Trending Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: લવ અફેર, લિવ ઇન અને વધતી જતી ઘરેલુ હિંસા બાદ લગ્નો (Marriage) તૂટી જવાનું પ્રમાણ વધ્યું છે. આ અંગે BHU (Banaras Hindu University)ના પ્રોફેસરોએ વિસ્તૃત અભ્યાસ કર્યો છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 37% લગ્નો માત્ર એટલા માટે જ તૂટી જાય છે કે વર-કન્યાની કુંડળી યોગ્ય રીતે મેળવવામાં આવતી નથી!!

ગ્રહ દોષ (Grah Dosh) હોવા છતાં પણ લગ્ન કરી દેવાય છે એવા સંજોગોમાં વર-કન્યા લગ્ન પછી લગ્નેતર સંબંધોમાં પડીને એકબીજાની હત્યા (Murder) સુદ્ધાં કરાવી રહ્યાં છે અથવા તો સંબંધોમાં તિરાડ પડી જવાથી નવો પાર્ટનર (Partner) શોધી લે છે.

BHUનો સેમિનાર

બીએચયુના 3 પ્રોફેસર અને 2 રિસર્ચર ની ટીમે મળીને 6 માસની અંદર આ રિસર્ચને પૂર્ણ કર્યો છે. કાશી હિંદુ વિશ્વવિદ્યાલયમાં સોમવારે સેમિનાર યોજાયો હતો. જેમાં ઇન્દોરની ‘મા શારદા જ્યોતિષધામ અનુસંધાન સંસ્થાને’ પણ યજમાનની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, ભારતના 15 રાજ્યો અને નેપાળ, સિંગાપુર, દુબઇ ના રિસર્ચર પણ એમાં સામેલ થયા હતા.

BHUના સેમિનારમાં ભારત ના 15 રાજ્યો તથા નેપાળ, સિંગાપુર, દુબઇ (Nepal, Singapur, Dubai)ના નિષ્ણાત રિસર્ચર સામેલ થયા હતા.

BHU માં રિસર્ચ (Research) કરનારી ટીમમાં પ્રોફેસર વિનય પાંડે, પ્રો. અશુતોષ ત્રિપાઠી, પ્રો. અમિત કુમાર મિશ્રા, શોધકર્તા ગણેશ પ્રસાદ તથા નેપાળનો પીએચડી સ્ટુડન્ટ રોદના ઘિનરે સામેલ છે.

છોકરા અને છોકરીની કુંડળી માં 36માંથી 32 ગુણ મળ્યા બાદ પણ ગ્રહો મેળવવા જરુરી છે. પણ પોતાને આધુનિક ગણાવવા માટે લોકો સનાતન રિવાજોને નિભાવતા નથી અને મોટાભાગના લોકો લગ્નના ફોટા પડાવવામાં વ્યસ્ત રહે છે. આજકાલ લોકોને મંત્રોચ્ચાર સુદ્ધાંમાં રસ નથી અને એમાં આસ્થા પણ નથી હોતી. એના પરિણામે લગ્નો તૂટી રહ્યાં છે અને વર-વધૂ ખૂન કરતા પણ અચકાતા નથી!

આવા રિસર્ચની જરુર કેમ પડી? રિપોર્ટમાં શું નિષ્કર્ષ આવ્યો?

BHU ના જ્યોતિષાચાર્ય પ્રોફેસર વિનય પાંડેએ જણાવ્યું કે, “આ રિસર્ચ એટલા માટે જરુરી બન્યો કારણ કે, યુપી (UP) સહિત કેટલાય રાજ્યોમાં એવા કિસ્સાઓ સામે આવ્યા કે જ્યાં પતિ અને પત્ની (Husband-Wife)એ એકબીજાની ઘાતકી રીતે હત્યા કરી હોય! આ ખરેખર ચોંકાવનારી બાબત છે.”

રિસર્ચ કેવી રીતે અને ક્યાં થયો?

આ અભ્યાસમાં 3 વર્ષ પહેલા છૂટાછેડા (Divorce) થયેલા હોય એવા 250 કેસને આવરી લેવામાં આવ્યા. પ્રો. વિનય પાંડે કહે છે કે, રિસર્ચ માટે ડેટા એકઠો કરવા માટે 2 રીતે ડેટા લેવામાં આવ્યો. પ્રથમ તો જ્યોતિષ વિભાગ (Astrology Department)ની OPD માં આખા દેશભરમાંથી આવનારા કેસો લેવામાં આવ્યાં. અને બીજું , જે વર-વધૂના 3 વર્ષની અંદર જ છૂટાછેડા થઇ ગયા હોય એવા 250 કેસ આમાં સામેલ કરવામાં આવ્યા. એમના પરિવારોને આ 3 પ્રશ્નો પૂછવામાં આવ્યાં.

1. શું લગ્ન અગાઉ કુંડળી મેળવવામાં આવી હતી? કેટલા ગુણ મળ્યાં હતા? શું કોઇ ગ્રહ દોષ હતો?

2. જો કોઇ ગ્રહ દોષ હતો તો લગ્ન શા માટે કર્યા?

3. શું લગ્ન દરમિયાન સનાતન રીત-રિવાજોનું પૂર્ણ રીતે અનુસરણ કર્યું હતુ?

આ અભ્યાસમાં જે ઇનપુટ મળ્યું એના આધારે એવું જાણવા મળ્યું હતું કે, 37% લગ્નો ફક્ત 1 કે 2 વર્ષની અંદર જ તૂટી ગયા હતા. એમાં વર-કન્યાની કુંડળીઓને યોગ્ય રીતે મેળવવામાં નહતી આવી.

હોટલ બુકિંગ ક્યારે મળે એમ છે!!

બાકીના 63% કેસ એવા મળ્યાં કે જેમાં લગ્ન કરતી વખતે સનાતન રિત-રિવાજનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતુ. મુહૂર્ત પણ એ હિસાબે નક્કી કરાયાં હતા કે, હોટલ બુકિંગ ક્યારે મળે એમ છે!! લગ્ન સમયે મંત્રોચ્ચાર પણ યોગ્ય રીતે કરવામાં આવ્યા નહતા.

આ અંગે પ્રોફેસર પાંડેએ જણાવ્યું હતુ કે, જ્યારે કોઇ યુવક અને યુવતીના લગ્ન થાય છે ત્યારે હિન્દુ ધર્મની પરંપરા મુજબ એમના સારા ભવિષ્ય માટે બંનેની કુંડળીઓ મેળવવામાં આવે છે જે, બે પ્રકારે મોળવવામાં આવે છે.

1. અષ્ટકોણ

2. ગ્રહ મિલન

રિસર્ચ અનુસાર, તમામ જ્યોતિષાચાર્યો (Astrologers) યુવક-યુવતીની કુંડળી તો મેળવે છે પણ ગ્રહ મળે છે કે નહિં એ નથી જોતા. આથી કુંડળી મેળવતી વખતે 32 ગુણ મળવા છતાંયે લગ્નસંબંધ ટકી શકતો નથી.

બંનેની કુંડળીમાં ગુણ-દોષ જોવામાં આવે છે. સૌથી આવશ્યક છે, માંગલિક દોષ, નાડી દોષ અને ગણ દોષનું વિશ્લેષણ કરવું! પણ લોકો ફોટોશૂટ પર વધુ ધ્યાન આપે છે જેના માઠા પરિણામ ભોગવવા પડે છે.

મેળાપક શું છે?

BHUના જ્યોતિષ વિભાગના પ્રો. શત્રુઘ્ન ત્રિપાઠી જણાવે છે કે, હવે લોકો આધુનિક હોવાનો ઢોંગ કરે છે અને કુંડળી (Horoscope) મેળવવામાં માનતા નથી, પરિણામો તમારી સામે છે.

36માંથી 18 ગુણ ઓછામાં ઓછા અવશ્ય મળવા જોઇએ એને પણ નજરઅંદાજ કરવામાં આવે છે. પ્રોફેસરે વધુમાં જણાવ્યું હતું કે, જો તમે લગ્નભંગની ખબરો જોતા હશો ત્યારે આ રિસર્ચમાં એવો નિષ્કર્ષ નીકળ્યો છે કે મુહૂર્તને અને જ્યોતિષ પરંપરાઓને અવગણવાથી આ પ્રોબ્લેમ ઊભા થયા છે. હિંદુ ધર્મમાં છૂટાછેડાનું સ્પષ્ટ વર્ણન જ નથી, પણ લગ્નબંધનને અતૂટ બનાવવાની પ્રક્રિયા છે. જેને મેળાપક (Melapak) કહેવાય છે.

એમાં 36 ગુણ હોય છે. અને ઓછામાં ઓછા 18 ગુણો મળવા જરુરી છે. જોકે, આજના સમયમાં લોકો આને અવગણે છે જેથી સંબંધો તૂટી રહ્યાં છે.

અંતે સલાહ શું છે?

1. હોટલ બુકિંગ અનુસાર લગ્ન ન કરવા. લગ્નના સારા મુહૂર્ત જોવા પંચાંગ આધારિત હોય છે. મુહૂર્તને અવગણવાથી કે સારા મુહૂર્તમાં લગ્ન ન કરવાથી લગ્નમાં વિઘ્નો આવે છે.

2. આ માટે લગ્નના મેળાપની પ્રક્રિયામાં પંચેષ્ટ (પંચમના ઇષ્ટનો અભાવ) નું ધ્યાન રાખવું જોઇએ. આ અત્યંત મહત્વપૂર્ણ છે.

3. જો આનો અભાવ હોય તો લગ્ન બાદ, સંબંધ તૂટવા, ઝગડા, લડાઇ, મનભેદ અને સંતાન સંબંધી સમસ્યાઓ ઉદભવે એ નિશ્ચિત છે.

4. એમણે કહ્યું હતું કે મુહૂર્તનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. આ માટે પંડિતની સલાહ લેવી જોઇએ.

લગ્ન માટે વર-વધૂની કુંડળીમાં શું-શું મેળવવું જરુરી

ચંદ્ર બળ વિચાર

વર તથા કન્યાની રાશિથી ચન્દ્રમાનું ત્રીજું, છઠ્ઠું, સાતમું, દસમું અને અગિયારમું સ્થાન શુભ હોય છે. પ્રથમ, દ્વિતિય, પાંચમું, નવમું દાન આપવાથી શુભ થાય છે. પરંતુ, ચોથું અને બારમું સ્થાન અશુભ જ હોય છે.

શુભ લગ્ન

તુલા, મિથુન, કન્યા, વૃષભ અને ધનુ લગ્ન શુભ હોય છે. અન્ય લગ્ન મધ્યમ માનવામાં આવે છે.

લગ્ન શુદ્ધિ

લગ્નથી બારમે શનિ, દસમે મંગળ, ત્રીજે શુક્ર, લગ્નમાં ચંદ્રમા તથી ક્રૂર ગ્રહ સારા નથી હોતા. લગ્નેશ, શુક્ર અને ચંદ્રમા છઠ્ઠે અને આઠમે શુભ નથી હોતા. લગ્નેશ અને સૌમ્ય ગ્રહો આઠમા સ્થાનમાં સારા હોતા નથી તથા સાતમા સ્થાનમાં કોઇ પણ ગ્રહ શુભ નથી હોતો.

મંગળ દોષ વિચાર

મંગળ દોષના ઉપાયનું પણ ચલણ છે, એવું માનવામાં આવે છે કે કોઇને જો મંગળ દોષ હોય અને એના ઉપાયો કરવામાં આવે તો આવા જાતકના લગ્ન માંગલિક ન હોય એવા પાત્ર સાથે પણ કરી શકાય છે. પરંતુ, વાસ્તવિક રીતે જોઇએ તો મંગળ દોષનો ઉપાય કરવા છતાંયે લગ્નજીવનમાં સમસ્યાઓ સર્જાતી જોવા મળે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફેંગશુઈના આ 3 શો-પીસ વાસ્તુ દોષને દૂર કરે છે

આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ