- 31 જિલ્લાપંચાયતની 980 બેઠકો માટે ચૂંટણી
- 231 તાલુકાપંચાયતની 4773 બેઠકો માટે ચૂંટણી
- 81 નગરપાલિકાની 680 બેઠકો માટે ચૂંટણી
પંચાયત-પાલિકામાં ચૂંટણી માટે 3 કરોડ 07 લાખ થી વધુ મતદારો
પંચાયત-પાલિકા ચૂંટણી માટે 36214 મતદાન મથકો
@ અરુણ શાહ, અમદાવાદ
ગુજરાતમાં કોર્પોરેશન પછી હવે પંચાયત-પાલિકાની ચૂંટણી માટે મતદાનની તૈયારીને રાજ્યચૂંટણીપંચે આખરી ઓપ આપ્યો છે. રાજ્યમાં 31-જિલ્લાપંચાયત , 231 તાલુકાપંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે. મુક્ત અને ન્યાયી વાતાવરણમાં પંચાયત અને પાલિકાની ચૂંટણી યોજવા રાજ્યચૂંટણીપંચે તૈયારી સંપન્ન કરી છે.
Birthday / હેપ્પી બર્થડે વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદ, આજે 610મો સ્થાપના દિન
ગુજરાતમાં કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ચૂંટણી યોજવા રાજ્યચૂંટણીપંચે મતદાન માટે સંપૂર્ણ તૈયારી કરી છે. 28 ફેબ્રુઆરીએ આયોજીત ચૂંટણી માટે સવારે 7 કલાકે મતદાનો પ્રારંભ થશે. રાજ્યમાં 81 નગરપાલિકાની 680 બેઠકો માટે ચૂટંણી યોજાશે. જેના માટે 2720 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જો કે ચૂંટણી યોજાતાં પૂર્વે જ કડી નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 26 બેઠકો ભાજપે બિનહરીફ મેળવી હોવાનો દાવો ભાજપે કર્યો છે. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લના ઉનાની નગરપાલિકામાં પણ ચૂંટણી પહેલાં જ ભાજપનું કમળ ખીલ્યુ છે. જેમાં નગરપાલિકાની36 બેઠકોમાંથી 21 બેઠકો ભાજપના ફાળે આવી હોવાના દાવા ભાજપે કર્યા છે. જોઇએ રાજૂયચૂંટણીપંચે જાહેર કરેલી ચૂંટણીની આખરી વિગત–
પંચાયત-પાલિકાની ચૂંટણી

જિલ્લા-તાલુકા પંચાયત ——–
કુલ મતદારો – 2 કરોડ 50 લાખ 40 હજાર 577
કુલ મતદાનમથકો – 31 હજાર 370
સંવેદનશીલ મતદાનમથકો -6443
અતિસંવેદનશીલ મતદાનમથકો -3532
જિલ્લાપંચાયતની કુલ બેઠકો -980
તાલુકાપંચાયતની કુલ બેઠકો -4773
જિલ્લાપચાયત માટે ચૂંટણી અધિકારી -245
તાલુકાપંચાયત માટે ચૂંટણી અધિકારી -472
જિલ્લાપંચાયત માટે મદદનીશ ચૂંટણી અધિકારી -469
તાલુકાપંચાયત માટે મદદનીશ ચૂંટણી અધિકારી -506
ઇવીએમ – 70 હજાર 780
પોલીગં સ્ટાફ – 1 લાખ 93 હજાર 863
પોલીસ સ્ટાફ – 64 હજાર 500
બિનહરીફબેઠકો :
31 જિલ્લાપંચાયતમાં 25 બેઠકો બિનહરીફ
231 તાલુકાપંચાયતમાં 117 બેઠકો બિનહરીફ
81 નગરપાલિકામાં 95 બેઠકો બિનહરીફ
પંચાયત-પાલિકામાં મતદાનના પગલે કોવિડ-2019 માટે માર્ગદર્શિકાનું પાલન કરવા સાથે સવારે 7 થી સાંજે 6 સુધી મતદાન યોજાશે. કોવિડ દર્દીઓ માટે સાંજે 5 થી 6 એક કલાકનો સમય મતાધિકારનો ઉપયોગ કરવા નિયત કરવામાં આવ્યો છે. પાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયત સાથે તાલુકા-જિલ્લા અને પાલિકાની ખાલી પડેલી 20 બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. પાલિકા-તાલુકા અને જિલ્લાપંચાયતમાં 22 હજાર કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થશે. જેનો જનાદેશ તારીખ-2-માર્ચે જાહેર થશે.
Election commission / 4 રાજ્યો- 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીની તારીખોની ઘોષણા કરી શકે છે
