હવામાન વિભાગ/ ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી

રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના 60 ટકા જ્યારે સરદાર સરોવર જળાશયમાં 78 ટકા પાણીનો સંગ્રહ છે.

Top Stories Gujarat
  • 70 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર
  • રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના 60 ટકા
  • સરદાર સરોવર જળાશયમાં 78 ટકા પાણીનો સંગ્રહ

ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં ચાલુ વર્ષે અંદાજિત 70 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે યોજાયેલ વેઘર વોચ ગ્રુપની બેઠકમાં આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ, ખરીફ પાક વાવેતર અને જળાશયોની સંગ્રહશક્તિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાહત કમિશ્નરશ્રીએ જણાવ્યું કે રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના 60 ટકા જ્યારે સરદાર સરોવર જળાશયમાં 78 ટકા પાણીનો સંગ્રહ છે. હવામાન વિભાગના નિયામકશ્રીએ જણાવ્યું કે આગામી પાંચ દિવસમાં રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે ઓગસ્ટ માસ દરમ્યાન ભારે વરસાદની સંભાવના નહિવત છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ સીઝનમાં સારો વરસાદ પડ્યો છે, આ વરસાદના લીધે ખેડૂતો ભારે ખુશહાલ જોવા મળ્યા હતા. ખેતીનું વાવેતર પણ આ વરસાદના લીધે વધુ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે અંદાજિત 70 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે