Dharma & Bhakti/ આ મૂળાંકની યુવતીઓ હોય છે અત્યંત ચાલાક, જૂઠ્ઠું બોલવામાં હોશિયાર ઉપરાંત ચતુર અને વિચારશીલ…!

4 મૂળાંક વાળી યુવતીઓના લગ્ન જીવન વિશે વાત કરીએ તો, એમનો પાર્ટનર મોટા ભાગે 5, 7 અથવા 8 મૂળાંક ધરાવતો હોય એ જરુરી છે. જ્યારે, 1, 2 અથવા તો 3 મૂળાંક…

Trending Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: અંક જ્યોતિષ અનુસાર, જે તારીખે જાતકનો જન્મ થયો હોય એના આધારે નીકાળવામાં આવેલો મૂળાંક (Mulank) દરેક વ્યક્તિના સ્વભાવ, ટેવો અને વિચારો પર અસર કરે છે. અહિં એક એવા મૂળાંક વિશે વાત કરીશું, જે ધરાવતી છોકરીઓ ખૂબ જ ચતુર અને ચાલાક (Clever & Cunning) હોય છે. વળી, એ રહસ્યમય અને દરેક પરિસ્થિતિમાં જૂઠ્ઠું બોલવામાં હોશિયાર (Secretive & Lier) હોય છે. તો આવો જાણીએ, આવા ગુણ ધરાવતી યુવતીઓ કયા મૂળાંક સાથે સંબંધ ધરાવે છે?

4 મૂળાંક એટલે શું?

અંક જ્યોતિષ (Numerology) અનુસાર, કોઇ પણ મહિનાની 4, 13, 22 અથવા 31 તારીખે જન્મેલી (4, 13, 22 or 31 Born) યુવતીઓનો મૂળાંક 4 (Mulank 4)  હોય છે. આ અંકનો સ્વામી ગ્રહ રાહુ (Rahu) હોય છે જે આ મૂળાંક વાળી મહિલાઓને રહસ્યમય અને અત્યંત આત્મવિશ્વાસયુક્ત બનાવે છે.

સ્વભાવ અને ગુણ

મૂળાંક 4 વાળી યુવતીઓ ખૂબ ઊંડાણપૂર્વક દરેક બાબત વિશે વિચારે છે. આવી યુવતીઓની વિચારધારા ઘણી ભિન્ન હોય છે. તે દરેક બાબતને તર્ક અને લૉજિક (Logic)થી સમજવાનો પ્રયાસ કરવાનો ગુણ ધરાવે છે.

પરંતુ, સમસ્યા એ છે કે, આવી યુવતીઓનો આત્મવિશ્વાસ (Confidence) ઘણી વાર એક પ્રકારની જીદમાં પરિવર્તિત થઇ જાય છે અને જીદ્દી (Stubborn) બનવાના કારણે, એમના સંબંધોમાં કડવાશ આવી જાય છે. પણ વિશેષ બાબત એ છે કે, એમની આ જીદથી જ તેઓ ભીડથી અલગ તરી આવે છે.

આવી યુવતીઓની ખાસિયત એ છે કે, જરુર પડે તો એ જૂઠ્ઠું બોલવામાં પણ અચકાતી નથી. જો કે, વિડંબના એ છે કે એમના દ્વારા બોલાતું અસત્ય મોટા ભાગે પકડાઇ જાય છે!!

સંબંધો

એમની અમુક ટેવો અને આત્મનિર્ભર થવાની વૃત્તિના કારણે એમના અને એમના અંગત રિલેશનશીપ (Personal Relationship)માં ઘર્ષણની સ્થિતિ જોવા મળે છે. અલબત્ત, એમની સાદગી અને ઈમાનદારીના ગુણોથી તેઓ સમાજમાં સન્માન પ્રાપ્ત કરી શકે છે.

4 મૂળાંક વાળી યુવતીઓના લગ્ન જીવન વિશે વાત કરીએ તો, એમનો પાર્ટનર મોટા ભાગે 5, 7 અથવા 8 મૂળાંક ધરાવતો હોય એ જરુરી છે. જ્યારે, 1, 2 અથવા તો 3 મૂળાંક ધરાવતા વ્યક્તિઓ સાથે એમના વિચારોનો મેળ ખાતો નથી.

કેરિયર

ક્રિએટીવિટી, મહેનત અને અનુશાસન એ એમના વિશેષ ગુણો હોય છે. એમણે સફળ થવા માટે સાયન્સ, ટેક્નોલૉજી, રિસર્ચ અને મીડિયા (Science & Media) જેવા ક્ષેત્રોમાં એમનું કેરિયર બનાવવું જોઇએ.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી, અંક શાસ્ત્ર અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..

આ પણ વાંચો:3 અંક ધરાવતી કન્યાઓ પોતાના પર ભરોસો રાખતી હોય છે, જીવે છે ખુશહાલ જીંદગી

આ પણ વાંચો:જન્મતારીખ અનુસાર આ રંગના પર્સ રાખવાથી થશે ફાયદા