Not Set/ ચાલતી કારમાંથી ઉતરીને ડાન્સ કરી રહ્યા છે લોકો, ખતરનાક ટ્રેન્ડ થયો વાયરલ…

ઇન્ટરનેટ પર એક અજીબોગરીબ ટ્રેન્ડ વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકો પોતાની ચાલતી કારમાંથી ઉતરીને રોડ પર ડાન્સ કરવા લાગે છે. મતલબ કે રોડ પર ડાન્સ કરતા લોકો આગળ વધતા રહે છે અને બાજુમાં કાર ચાલી રહી હોય છે. કિકી ચેલેન્જ નામથી આ ટ્રેન્ડ વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં સેંકડો લોકોએ સોશિયલ મીડિયા પર એમના […]

World Trending

ઇન્ટરનેટ પર એક અજીબોગરીબ ટ્રેન્ડ વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકો પોતાની ચાલતી કારમાંથી ઉતરીને રોડ પર ડાન્સ કરવા લાગે છે. મતલબ કે રોડ પર ડાન્સ કરતા લોકો આગળ વધતા રહે છે અને બાજુમાં કાર ચાલી રહી હોય છે. કિકી ચેલેન્જ નામથી આ ટ્રેન્ડ વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં સેંકડો લોકોએ સોશિયલ મીડિયા પર એમના કિકી ડાન્સ વીડિયો પોસ્ટ કરી ચુક્યા છે.

https://instagram.com/p/BlTx9X_nlP9/?utm_source=ig_embed

આવું કરવું ખતરનાક બની શકે છે. આ માટે જ દુબઇ પોલીસે કિકી ડાન્સ પર વોર્નિંગ આપી છે. આ ડાન્સ ચેલેન્જ ખાસ કરીને અમેરિકા, યુરોપ, ઇજિપ્ત, જોર્ડન અને યુએઈમાં વાયરલ થઇ રહી છે.

આની શરૂઆત ત્યારે થઇ જયારે રેપર સિંગર ડ્રેકે એક ગીત શેર કર્યું. આ ગીતની પહેલી લાઈન છે કિકી, શું તું મને પ્રેમ કરે છે, શું તું રસ્તામાં છે? ત્યારબાદ આ વાયરલ ટ્રેન્ડ શરુ થયો હતો.

https://instagram.com/p/BlnRq9nA2YS/?utm_source=ig_embed

સૌથી પહેલા શિગગી નામના કોમેડીયને પોતાના 16 લાખ ફોલોઅર્સ સાથે કિકી ચેલેન્જ ડાન્સ વીડિયો #KikiChallenge હેશટેગ સાથે પોસ્ટ કર્યો હતો. જોકે એમણે ખુદે પોતાની કારમાંથી ઉતારીને આવું કર્યું નહતું. પરંતુ ફેન્સ બે પગલાં આગળ વધીને આ ચેલેન્જ પુરી કરવાનો ફેંસલો કર્યો હતો. જોકે, વીડિયોમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે ગાડીમાંથી ઉતરતા કેટલીક છોકરીઓ રસ્તા પર પડી પણ જાય છે. પરંતુ કેટલીક છોકરીઓ  ચાલતી કાર સાથે ગાતી જોવા મળી રહે છે.  વળી, અબુધાબી પોલીસે સોમવારે ત્રણ સોશિયલ મીડિયા યુઝર્સની કિકી ડાન્સ કરવા બદલ ધરપકડ કરી છે.

https://instagram.com/p/BlhDqyIBXb-/?utm_source=ig_embed

હજુ સુધી એ ખબર નથી પડી શકી કે હકીકતમાં કિકી કોને કહેવામાં આવ્યું છે. ડ્રેકે પોતે પણ આને કન્ફર્મ કર્યું નથી.