Dharm & Bhakti: દિવાળી (Diwali 2025) પર ગ્રહોની સ્થિતિ દ્વારા એવો યોગ બનવા જઇ રહ્યો છે કે, જે ત્રણ રાશિઓ (Zodiac Signs) માટે અત્યંત શુભ રહેશે. દિવાળી પર આ ત્રિગ્રહી યોગના કારણે તુલા, મકર અને ધનુ રાશિના જાતકોને બમ્પર ફાયદો થશે.
વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહોની સ્થિતિ રાશિઓના જીવન પર પ્રભાવ નાખે છે. આ વર્ષે 20 ઓક્ટોબરે (20 October) દિવાળીનો તહેવાર છે. દિવાળી પર ગ્રહોનો દુર્લભ સંયોગ બનવા જઇ રહ્યો છે જે તમામ રાશિઓના જીવનને પ્રભાવિત કરશે. આ ત્રણ રાશિઓને તો વિશેષ લાભ પ્રાપ્ત થશે. આ ત્રિગ્રહી યોગ ગ્રહોના રાજા સૂર્ય, રાજકુમાર બુધ અને સેનાપતિ મંગળ (Surya, Budh, Mangal) રચવા જઇ રહ્યાં છે. આ યોગથી 3 રાશિઓને આર્થિક લાભ પ્રાપ્ત થશે અને પ્રગતિના દ્વાર ખુલશે. આ સાથે એમને ભાગ્યનો પણ પ્રબળ સાથ મળશે. તો ચાલો, આ વિશે વિસ્તૃત રીતે જાણીએ…
દિવાળી પર આ 3 રાશિઓને મહાલાભ મળશે

તુલા રાશિ
તુલા રાશિ (Tula Rashi)ના જાતકોને આ ત્રિગ્રહી યોગનો વિશેષ લાભ પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને માન-સન્માન પણ વધશે. તમારા કાર્યક્ષેત્રમાં તમે જે મહેનત કરી છે એ રંગ લાવશે અને લાંબા સમયથી તમારા કામ અટક્યા હોય એ પૂર્ણ થશે. લગ્નજીવન સારું રહેશે અને જે કુંવારા છે એમના માટે સારા માગા આવશે.

મકર રાશિ
મકર રાશિ(Makar Rashi)ના જાતકોને કામ અને વ્યવસાયમાં ફાયદો થશે. કેરિયરમાં પણ તમે પ્રગતિ કરી શકો છો. જે લોકો સરકારી નોકરી મેળવવાની તૈયાર કરી રહ્યાં છે એ લોકોને સફળતા મળશે. નોકરી કરનારા લોકોને ઇચ્છિત જગ્યા પર ટ્રાન્સફર મળી શકે છે. દિવાળીમાં તમારો સમય ઘણો સારો રહેશે.

ધનુ રાશિ
દિવાળી પર રચાતો ત્રિગ્રહી યોગ ધનુ રાશિ (Dhanu Rashi)ના જાતકો માટે ફાયદાકારક રહેશે. તમારી આવક વધશે અને કમાણીના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. વેપાર કરતા હોય એમને મોટા સોદાથી લાભ થશે અને રોકાણનો પણ ફાયદો મળશે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
