Tech News :આજના ડિજિટલ યુગમાં ચોર હવે ઘરના તાળા નથી તોડતા, પણ ફોનના (Code))લોક તોડીને તિજોરી સાફ કરી જાય છે. રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ થેફ્ટ એનાલિસિસ યુનિટે (NCTAU) દેશભરના નાગરિકો માટે એક ગંભીર ચેતવણી જારી કરી છે. અત્યાર સુધી આપણે લિંક પર ક્લિક કરવાથી થતા ફ્રોડ વિશે સાંભળ્યું હતું, પણ હવે ગુનેગારો એક ડગલું આગળ વધી ગયા છે. તેઓ ઈન્ટરનેટ વગર, માત્ર એક કોલ દ્વારા તમારી બેંક વિગતો ચોરી રહ્યા છે. આ કૌભાંડનું નામ છે – ‘USSD કોલ ફોરવર્ડિંગ સ્કેમ’.

ડિલિવરીના બહાને છેતરપિંડી (The Trap)
આ કૌભાંડની શરૂઆત એક સામાન્ય ફોન કોલ (Call)થી થાય છે. ઠગ તમને કોઈ કુરિયર કંપનીના ડિલિવરી એજન્ટ બનીને ફોન કરે છે. તે તમને કહેશે કે “તમારું એક પાર્સલ આવ્યું છે” અથવા “તમારું પાર્સલ રદ થયું છે.” જ્યારે તમે કહો કે મેં તો કઈ મંગાવ્યું નથી, ત્યારે તેઓ વાતમાં ફસાવીને તમને એક નંબર ડાયલ કરવાનું કહેશે. બસ, અહીં જ તમારે સાવધાન થવાની જરૂર છે.
એક કોડ અને ખેલ ખતમ (The Dangerous Code)
વાતચીત દરમિયાન, સ્કેમર (Scammer)તમને એક ચોક્કસ કોડ (Code)ડાયલ કરવા માટે મજબૂર કરે છે. સામાન્ય રીતે આ કોડ (Code)*401* અથવા *21* થી શરૂ થતો હોય છે અને પાછળ સ્કેમરનો મોબાઈલ નંબર હોય છે. તમને એમ લાગે છે કે તમે કોઈ કન્ફર્મેશન માટે કોડ (Code) ડાયલ કરી રહ્યા છો, પણ હકીકતમાં આ એક ‘USSD કોડ’ (Code) છે. આ કોડ ડાયલ કરતાની સાથે જ તમારા ફોન પર આવતા બધા કોલ્સ પેલા ઠગના નંબર પર ‘ફોરવર્ડ’ (Forward) થઈ જાય છે.

OTP ચોરી અને આર્થિક નુકસાન (OTP Hijack)
એકવાર તમારા કોલ ફોરવર્ડ (Call Forward) થઈ ગયા, પછી તમારો ફોન સ્કેમર (Scammer)ના કબજામાં છે એમ સમજો. હવે તે તમારા બેંક એકાઉન્ટમાં લોગ-ઈન (log-in )કરવાનો પ્રયાસ કરશે. બેંકમાંથી વેરિફિકેશન માટે જે કોલ આવશે અથવા વોઈસ OTP આવશે, તે તમારા ફોન પર રિંગ થવાને બદલે સીધો સ્કેમર (Scammer)ના ફોન પર જશે. તે સરળતાથી OTP સાંભળી લેશે અને તમારી જાણ બહાર તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લેશે. વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ આ રીતે હેક થઈ શકે છે.

તમારો ફોન સેફ છે કે નહીં? (Check Status)
જો તમને શંકા હોય કે તમારો ફોન હેક થયો છે અથવા કોલ ફોરવર્ડિંગ ચાલુ છે, તો ગભરાવાની જરૂર નથી. તમે અત્યારે જ ચેક કરી શકો છો.
તમારા ફોનમાંથી *#21# અથવા *#67# ડાયલ કરો.
આનાથી સ્ક્રીન પર લખાઈને આવશે કે તમારા કોલ, મેસેજ કે ડેટા કોઈ બીજા નંબર પર ફોરવર્ડ થઈ રહ્યા છે કે નહીં.

બચવાનો રસ્તો: તરત કરો આ કામ (How to Stop)
જો ચેક કરતી વખતે તમને ખબર પડે કે કોલ ફોરવર્ડિંગ ‘Active’ છે, તો એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર ##002# ડાયલ કરો. આ કોડ ‘ઈમરજન્સી બ્રેક’ જેવું કામ કરે છે. આ Code ડાયલ કરવાથી તમારા ફોન પર લાગેલા તમામ પ્રકારના કોલ ફોરવર્ડિંગ તરત જ ડિલીટ (Erase) થઈ જશે અને તમારો ફોન ફરી સુરક્ષિત થઈ જશે.

વધારાની સુરક્ષા (Extra Safety)
માત્ર કોડ (Code)પર આધાર ન રાખો. તમારી બેંક એપ્લિકેશન અને વોટ્સએપ પર હંમેશા ‘ટુ-સ્ટેપ વેરિફિકેશન’ (2-Step Verification) ઓન રાખો. આનાથી જો કોઈ પાસે તમારો OTP આવી જાય તો પણ તેને એક ખાસ PIN નાખવો પડે છે, જે માત્ર તમને જ ખબર હોય છે.
યાદ રાખો, બેંક કે કોઈ ડિલિવરી બોય તમને ક્યારેય કોઈ કોડ (Code)ડાયલ કરવાનું કહેતા નથી. જાગૃત રહો અને તમારી મહેનતની કમાણી સુરક્ષિત રાખો.
આ પણ વાંચો: શું મોબાઈલને લેપટોપના ચાર્જરથી ચાર્જ કરવું સુરક્ષિત છે? જાણો
આ પણ વાંચો: એક લિંક, એક નંબર અને આખું WhatsApp એકાઉન્ટ હેક! CERT-In ની મોટી ચેતવણી
આ પણ વાંચો: WhatsApp સ્કેમથી કેવી રીતે બચવું ???
