China News : ચીનમાં રહેતી યાંગ નામની મહિલાએ ફ્યુઝિયાન પ્રાંતના શિશીમાં રહેતાં હ્નાન સાથે લગ્ન કર્યા હતા. તેમને 2 દિકરીઓ હતી. જો કે બાદમાં હ્નાનનું તેની સહકર્મી શી નામની મહિલા સાથે લગ્નેતર સંબંધ બાંધ્યા હતા. બંનેએ બાદમાં બિઝનેસ પાર્ટનરશિપ પણ કરી હતી. બંનેને 1 દિકરો પણ છે. જો કે, શીએ હ્નાનની પત્નીનો સંપર્ક સાધી તેને છૂટાછેડા આપવા કહ્યું હતું. તેના બદલામાં તેને 2 મિલિયન યુઆન (રૂ. 2 કરોડ) આપવાનું વચન આપ્યું હતું. યાંગે આ ડીલનો સ્વીકાર કરી પૈસા લઈ લીધા હતા.
જો કે, બાદમાં હ્નાનને છૂટાછેડા ન આપતાં શી કોર્ટમાં ગઈ હતી. કોર્ટે આ મામલે કોઈ લેખિત કરાર કે પુરાવો ન હોવાથી યાંગની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. એક વર્ષ બાદ પણ યાંગે છૂટાછેડાં આપ્યા ન હતા, તેમજ શીના પૈસા પણ પાછા કરી રહી ન હતી. યાંગે જણાવ્યું હતું કે, મારા પતિ હ્નાનએ મારી જાણ બહાર શી પર 6 મિલિયન યુઆન ખર્ચ્યા હતા. બીજી તરફ હ્નાન પર પણ કેસ થવાની શક્યતા છે, કારણકે, ચીનમાં વિવાહિત હોવા છતાં બીજી મહિલા સાથે સંબંધ બાંધવા ગેરકાયદેસર છે. કોર્ટે શીની વિરૂદ્ધ નિર્દેશ આપતાં કહ્યું હતું કે, શીએ સામાજિક નૈતિકતાનું ઉલ્લંઘન કર્યું છે. તે છેતરપિંડી અને લાલચ આપી લગ્ન કરવા માગતી હતી. જ્યારે યાંગ અને હ્નાનનો કુલિંગ ઓફ પિરિયડ ચાલી રહ્યો છે. જેથી ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: ચીનની યુનિવર્સિટીઓમાં શરૂ થઈ ‘પ્યાર કી પાઠશાલા’, લગ્ન, સેક્સ અને પ્રેમ પરના ઘા….
આ પણ વાંચો: ચીનની આ મહિલાએ કરોડપતિ બનવા રહી ફોન વગર દૂર અનેે કિસ્મતે પણ આપ્યો સાથ
