Dharma & Bhakti/ ધનતેરસે સોનું-ચાંદી ખરીદી ન શકો તો વાંધો નહિં…લક્ષ્મીજીને પ્રસન્ન કરવા આ 7 શુભ વસ્તુઓ ઘરે લાવો…

જો તમે સોના-ચાંદીના આકાશ આંબતા ભાવ જોઇને એ ખરીદવાનું મુલત્વી રાખ્યું હોય તો સોનું કે ચાંદી સિવાય પણ ઘણી વસ્તુઓ છે જે ખરીદવાનું શુભ ગણાય છે…

Trending festival Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: ધનતેરસનો તહેવાર 18 ઓક્ટોબર, શનિવારે (18 October, 2025) મનાવવામાં આવશે. ધનતેરસે (Dhanteras) સોનું અને ચાંદીની ખરીદી શુભ ગણાય છે. પરંતુ જો તમે સોના-ચાંદી (Gold, Silver)ના આકાશ આંબતા ભાવ જોઇને એ ખરીદવાનું હમણાં મુલત્વી રાખ્યું હોય તો સોનું કે ચાંદી સિવાય પણ ઘણી વસ્તુઓ છે જે તમે ખરીદી શકો છો અને એ વસ્તુઓની ખરીદી પણ એટલી જ શુભ (Shubh) ગણાય છે. તો ચાલો જાણીએ કે, ધનતેરસે કઇ વસ્તુઓની ખરીદી કરવી જોઇએ?

ધનપૂજાનું મહત્વ

દિવાળી (Diwali) પહેલા ધનતેરસનો તહેવાર અત્યંત શુભ અને મંગળકારી માનવામાં આવે છે. આ પાંચ દિવસનો દીપોત્સવ ધનતેરસના પર્વથી શરુ થાય છે અને ભાઇ-બીજ (Bhai Beej)ના દિવસે પૂર્ણ થાય છે. ધનતેરસના તહેવારે માતા લક્ષ્મી, ધનના દેવ કુબેર અને આયુષ્યના દેવતા ધન્વંતરિ (Lakshmi, Dhanvantari, Kuber)ની પૂજા-આરાધના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે કરેલી પૂજા અને ખરીદીથી સમગ્ર વર્ષ ઘરમાં દેવી-દેવતા દ્વારા સૌભાગ્ય, સમૃદ્ધિ અને આરોગ્યના આશિષ પ્રાપ્ત થાય છે.

સામાન્ય રીતે, ધનતેરસના દિવસે સોનું-ચાંદી, વાહન (Vehicle), વાસણ અથવા વસ્ત્ર ખરીદવાનું ઘણું જ શુભ ગણાય છે. ધાર્મિક માન્યતાનુસાર, આ દિવસે કશુંક નવું ખરીદીને ઘરે લાવવાથી માતા લક્ષ્મી અને ભગવાન કુબેર પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન, સંપત્તિ અને સુખ-શાંતિનું આગમન થાય છે. જો કોઇ કારણોસર સોનુ-ચાંદી ન ખરીદી શકાય તો ચિંતા કરશો નહિં કારણ કે, શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન મળે છે જેને ખરીદવાથી પણ એટલું જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ તમામ વસ્તુઓ માતા લક્ષ્મી સાથે જોડાયેલી માનવામાં આવે છે એમને ઘરમાં લાવીને યોગ્ય સ્થાને જાળવવાથી ધનવૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

વર્ષ 2025માં, અશ્વિન માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 18 ઓક્ટોબરે, શનિવાર (Shanivar)ના રોજ આવનાર છે. આ દિવસે ધનતેરસ ઉજવવામાં આવશે.

ધનતેરસે આ વસ્તુઓ ખરીદવી શુભ

1. સાવરણી

ધનતેરસે સાવરણી કે સાવરણો (Broom) ખરીદવાનું અત્યંત શુભ માનવામાં આવે છે. સાવરણી સ્વચ્છતાનું સાધન છે અને એને માતા લક્ષ્મીની સાથે જોડીને જોવામાં આવે છે. પરંપરાગત રીતે આ દિવસે સાવરણીની ખરીદી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે સાવરણી ખરીદવાથી ઘરમાં શુભત્વનો વાસ થાય છે અને દરિદ્રતા (Poverty)નો નાશ થાય છે.

2. આખા ધાણા

ધનતેરસના દિવસે આખા ધાણા (Coriander Seeds) ખરીદવા અત્યંત શુભ માનવામાં આવે છે. ધનતેરસ કે દિવાળીના દિવસે આખા ધાણાને માતા લક્ષ્મીને અર્પણ કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને મા પ્રસન્ન થાય છે તથા ઘરમાં સમૃદ્ધિનો વાસ થાય છે.

3. સોપારી

ગણેશજી, બ્રહ્મદેવ, ઇન્દ્રદેવ, વરુણ દેવ અને યમ દેવને અનુલક્ષીને સોપારી (Sopari) શુભત્વનું પ્રતીક ગણાય છે. આથી ધનતેરસના દિવસે સોપારીની ખરીદી શુભ ગણાય છે. આમ કરવાથી તમારું માન-સન્માન વધે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

4. આખી હળદર

આખી હળદર (Turmeric)ની ગાંઠનો સંબંધ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી (Vishnu-Lakshmi) સાથે જોડાયેલો છે. આથી ધનતેરસના દિવસે આખી હળદર ઘરમાં લાવવી અતિ શુભ ગણાય છે. આ હળદરને મા લક્ષ્મીને અર્પણ કરીને પીળા કે લાલ વસ્ત્રમાં બાંધીને ઘરમાં તિજોરીમાં કે ધનસ્થાને મૂકી દેવી. આમ કરવાથી ધન-સમૃદ્ધિ અને શુભત્વનો વાસ થાય છે.

5. પતાસા

ધનતેરસના દિવસે ગળ્યાં પતાસા (Patasa) ખરીદવા શુભ છે. પતાસાને મમરા સાથે ભેળવીને એ પ્રસાદ માતા લક્ષ્મીને ધરાવવાથી એ અતિ પ્રસન્ન થાય છે અને ઘરનું દુર્ભાગ્ય દૂર થાય છે.

6. કોડી

ધનતેરસના દિવસે કોડી (Kodi) ખરીદવી અત્યંત શુભ ગણાય છે એને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. કોડી ખરીદવાથી ધનમાં ઝડપભેર વધારો થાય છે અને સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

7. ગોમતી ચક્ર

ધનતેરસે ગોમતી ચક્ર (Gomati Chakra) ખરીદવું અત્યંત શુભ મનાય છે. એવી માન્યતા છે તે એ સુખ-સમૃદ્ધિ, આનંદ, ઉત્તમ સ્વાસ્થ્ય અને ધન-ધાન્યની વૃદ્ધિનું પ્રતીક છે. ધનતેરસના દિવસે ગોમતી ચક્ર ખરીદીને મા લક્ષ્મીને અર્પણ કરીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું શુભ ગણાય છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: