Not Set/ GUએ જાહેર કર્યું ફર્સ્ટ બી.કોમ.નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, 33,586 વિદ્યાર્થીનો સમાવેશ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી (GU) દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ અંતર્ગત શનિવારે સાંજે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જયારે ફાઈનલ લિસ્ટ આગામી તા. ૨૧ જૂનના રોજ જાહેર કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સ ફેકલ્ટી (બીકોમ, બીબીએ, બીસીએ, એમબીએ-ઈન્ટીગ્રેટેડ)માં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી દ્વારા […]

Top Stories Ahmedabad Gujarat Trending
GU declared the Provisional Merit List of First B.Com, 33,586 students included

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી (GU) દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ અંતર્ગત શનિવારે સાંજે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જયારે ફાઈનલ લિસ્ટ આગામી તા. ૨૧ જૂનના રોજ જાહેર કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સ ફેકલ્ટી (બીકોમ, બીબીએ, બીસીએ, એમબીએ-ઈન્ટીગ્રેટેડ)માં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રથમ વર્ષ કોમર્સ વિદ્યાશાખા (બીકોમ, બીબીએ, બીસીએ, એમબીએ -ઈન્ટીગ્રેટેડ), એમએસસી (સીએ એન્ડ આઈટી ઈન્ટીગ્રેટેડ)નું કુલ 33586 વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ શનિવારે સાંજે જાહેર કરવામાં આવ્યું છે. જયારે આ અંગેનું ફાઈનલ ફાઈનલ મેરિટ લિસ્ટ આગામી તા. 21મી જૂનના રોજ જાહેર કરવામાં આવશે તેમ જણાવાયું છે.

આ અંગે ગુજરાત યુનિવર્સિટી એડમિશન કમિટીના કન્વીનર એચ સી સરદાર અને એન કે જૈને જણાવ્યું હતું કે, જાહેર કરવામાં આવેલા આ પ્રોવિઝનલ લિસ્ટમાં કુલ 33,586 વિદ્યાર્થીઓના સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત બોર્ડના 33,127 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય બોર્ડના 459 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. જે વિદ્યાર્થીને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટને લગતી સમસ્યા હોય તો તેમણે તા. 18થી 19મી જૂન દરમિયાન આઈએએસ ટ્રેનિંગ સેન્ટર ખાતે એડ્મિશન કમિટી સંપર્ક કરવા પણ તેમણે જણાવ્યું છે.