બિલ્ડરે લોખંડના સળિયાથી મજૂરોને માર્યો માર
માર મારતા એક મહિલા અને બે પુરીષો લોહીલુહાણ
ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
સુરતમાં આવેલા માંગરોળ વિસ્તારમાં કામ બાબતે મજૂરો વચ્ચે બોલાચાલી થી હતી. જેમાં બિલ્ડર વચ્ચે પાડ્યો હતો. અને મજૂરોને માર માર્યો હતો. બોલાચાલી બાદ કામ છોડી જઇ રહેલા મજૂરોને બિલ્ડરે લોખંડના સળિયાથી માર માર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળ ના પીપોદરા જી.આઈ.ડી.સી વિસ્તારમાં મજુરી કામ બાબતે મજુરોવચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. જેમાં બિલ્ડર વચ્ચે પાડ્યો હતો અને, મજુરો કામ અડધું મુકીને ચાલતી પકડી હતી. તેથી ગુસ્સે ભરાયેલા બિલ્ડરે મજુરોને ત્યાં પડેલા સળિયા વડે માર માર્યો હતો. આ ઘટનામાં એક મહિલા અને બે પુરીષો લોહીલુહાણ થયા હતા. ઈજાગ્રસ્ત વ્યકિતને માથા પર ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
