Gujarat Weather/ રાજ્યમાં ગરમી અને ઉકળાટ યથાવત્ રહેશે, નાગરિકોને રાહત નહીં

રાજ્યમાં ગરમી (Heat) અને ઉકળાટ યથાવત રહેશે. નાગરિકોને ગરમીથી રાહત નહીં મળે. રાજ્યમાં તાપમાન (Temperature) નો પારો 40થી 43 ડિગ્રી વચ્ચે રહેશે.

Top Stories Gujarat Others Breaking News
Gujaratis will still not get relief heat
Heatમાંથી ગુજરાતીઓને હજી પણ રાહત નહીં મળે
Heatમાંથી ગુજરાતીઓને હજી પણ રાહત નહીં મળે

Gujarat Weather: રાજ્યમાં ગરમી (Heat) અને ઉકળાટ યથાવત રહેશે. નાગરિકોને ગરમીથી રાહત નહીં મળે. રાજ્યમાં તાપમાન (Temperature) નો પારો 40થી 43 ડિગ્રી વચ્ચે રહેશે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયુ. અમદાવાદમાં 43.6, રાજકોટમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયુ. ગાંધીનગર 42.5 અમરેલી 42.1 તો ડીસા 41.8 ડિગ્રી ગરમ હતુ. જ્યારે ભાવનગરમાં 41.7, ભુજમાં 40.6 અને વડોદરામાં 40.4 ડિગ્રી તાપમાન હતું. કંડલામાં 37.5, મહુવામાં 35.1 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

Heatમાંથી ગુજરાતીઓને હજી પણ રાહત નહીં મળે
Heatમાંથી ગુજરાતીઓને હજી પણ રાહત નહીં મળે

ગરમી (Heat) ભુક્કા કાઢશે

રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો હોવાથી આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવું લાગે છે. બપોરના સમયે ગરમી ત્વચાને બાળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના આંતરિક વિસ્તારોમાં પારો 40 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા છે. જોકે, રાહતની વાત એ છે કે આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ગુરુવારે, અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે.

ગરમી (Heat) માં મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી ઉપર તાપમાન

અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 1.6 ડિગ્રી વધુ છે. રાજકોટ, 43.3 ડિગ્રી તાપમાન સાથે, સૌરાષ્ટ્રનું સૌથી ગરમ શહેર બન્યું. રાજ્યના અન્ય ભાગોમાં તીવ્ર ગરમીનો પ્રકોપ ચાલુ છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ​​અને ભેજવાળા પવનો અગવડતા વધારી શકે છે. હવામાન વિભાગે આ વિસ્તારો માટે ‘યલો એલર્ટ’ જારી કર્યું છે.


આ પણ વાંચો : ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત્, અમદાવાદ 43°C સાથે સૌથી ગરમ, હીટ ઇન્ડેક્સ 48°C સુધી પહોંચ્યો

આ પણ વાંચો : રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે અસહ્ય ઉકળાટ, અમદાવાદમાં 42.2°C, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 41.5°Cથી વધુ તાપમાન

આ પણ વાંચો : રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, અનેક શહેરોમાં 40 ડિગ્રી પાર, સુરેન્દ્રનગરમાં 43.8 ડિગ્રીનો પારો