Breaking News: આણંદ મહાનગરપાલિકા (Anand Municipal Corporation)માં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. મનપાના નવા મેયર તરીકે દિપિકાબેન પટેલ (Deepikaben Patel)ની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીની નિમણૂક કરવામાં આવી છે.
Anand Municipal Corporation: દિપિકાબેન પટેલની વરણી
આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથાર (Mayur Suthar)ને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ દંડક તરીકે હીરલ શાહ (Hiral Shah)ની વરણી કરવામાં આવી હોવાનું મનપા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
નવી ટીમની જાહેરાત બાદ ભાજપ (BJP) કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. મનપામાં આગામી સમયમાં વિકાસના કામોને વધુ ગતિ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવા મેયર દિપિકાબેન પટેલે (Deepikaben Patel) જવાબદારી સંભાળ્યા બાદ શહેરના વિકાસ, સ્વચ્છતા, પીવાના પાણી, માર્ગ અને નાગરિક સુવિધાઓને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે શહેરના સર્વાંગી વિકાસ માટે તમામ સભ્યો અને અધિકારીઓ સાથે સંકલનથી કાર્ય કરવાની વાત કરી હતી.
ડેપ્યુટી મેયર કમલેશ ડાભીએ પણ નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળે તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુર સુથારે વિકાસકાર્યોને ઝડપી ગતિથી આગળ વધારવાની ખાતરી આપી હતી. આણંદ મનપામાં નવા પદાધિકારીઓની વરણીને લઈને શહેરના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો:રાજકોટ મનપાના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લની વરણી, ડેપ્યુટી મેયર બન્યા દક્ષા વસાણી
આ પણ વાંચો:ગાંધીધામ મનપાના નવા મેયર ભાજપના દિવ્યા નાથાણી
આ પણ વાંચો:મોરબી મનપાના નવા મેયર તરીકે ઉત્તમ સુરાણીની પસંદગી, ચિરાગ રાણપરા બન્યા ડેપ્યુટી મેયર
