Breaking News/ રાજકોટ મનપાના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લની વરણી, ડેપ્યુટી મેયર બન્યા દક્ષા વસાણી

રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)માં નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. ડો. નેહલ શુક્લ નવા મેયર બન્યા છે જ્યારે દક્ષા વસાણીને ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સોંપાઈ છે.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Municipal Corporationને મળ્યા નવા મેયર

Breaking News: રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)માં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. મનપાના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લ (Dr. Nehal Shukla)ની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દક્ષા વસાણીને જવાબદારી સોંપવામાં આવી છે.

Rajkot Municipal Corporation: ડો. નેહલ શુક્લની વરણી

આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયા (Paresh Pipaliya)ની વરણી કરવામાં આવી છે. દંડક તરીકે સંજયસિંહ રાણા (Sanjay Singh Rana)ને નિમણૂક આપવામાં આવી છે. જ્યારે પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયા (Hiren Khimania)ની પસંદગી કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

નવી ટીમની જાહેરાત બાદ ભાજપ (BJP) કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ આપવા અને નાગરિક સુવિધાઓમાં સુધારો લાવવા નવી ટીમ પ્રતિબદ્ધ હોવાનું નેતાઓએ જણાવ્યું હતું.

નવા મેયર ડો. નેહલ શુક્લે (Dr. Nehal Shukla) શહેરના સર્વાંગી વિકાસ, સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા, પાણી પુરવઠો અને માર્ગ સુવિધાઓને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. તેમણે નાગરિકોની સમસ્યાઓને ઝડપી ઉકેલવા માટે અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો સાથે સંકલનથી કામ કરવાની ખાતરી આપી હતી.

ડેપ્યુટી મેયર દક્ષા વસાણીએ પણ રાજકોટ શહેરને વધુ સુવિધાસભર અને વ્યવસ્થિત બનાવવા માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ વિકાસકાર્યોમાં પારદર્શિતા અને ઝડપ લાવવાની વાત કરી હતી.રાજકોટ મનપામાં નવા પદાધિકારીઓની વરણી બાદ શહેરના રાજકીય વર્તુળોમાં પણ વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.


આ  પણ વાંચો:આણંદ મનપાના નવા મેયર તરીકે દિપિકાબેન પટેલની વરણી, ડેપ્યુટી મેયર બન્યા કમલેશ ડાભી

આ  પણ વાંચો:મહેસાણા મનપાના નવા મેયર તરીકે ભાજપના સોનલ ઓઝાની પસંદગી

આ  પણ વાંચો:નવસારી મનપાના નવા મેયર તરીકે અશોક ધોરાજીની પસંદગી, પાંચ મુખ્ય હોદ્દેદારોના નામ જાહેર