Surendranagar/ કેનેરા બેંકમાં છેલ્લા એક માસથી બેંક પાસબુકમાં એન્ટ્રી કરવાનું પ્રિન્ટર બંધ હાલતમાં, ગ્રાહકોને હાલાકી

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ  – સુરેન્દ્રનગર હાલમાં ચાલી રહેલા કોરોનાકાળમાં લોકો બને ત્યા સુધી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે જે સુવિધાઓ સરકાર તરફથી મળી રહી છે તેવા સંસાધનો જો બંધ થાય તો નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે. તેવુ જ કઇંક સુરેન્દ્રનગરમાં બની રહ્યુ છે, જ્યા કેનેરા બેંકમાં છેલ્લા એક માસથી બેંક પાસબુકમાં એન્ટ્રી […]

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ  – સુરેન્દ્રનગર

હાલમાં ચાલી રહેલા કોરોનાકાળમાં લોકો બને ત્યા સુધી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે જે સુવિધાઓ સરકાર તરફથી મળી રહી છે તેવા સંસાધનો જો બંધ થાય તો નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે. તેવુ જ કઇંક સુરેન્દ્રનગરમાં બની રહ્યુ છે, જ્યા કેનેરા બેંકમાં છેલ્લા એક માસથી બેંક પાસબુકમાં એન્ટ્રી કરવાનુ પ્રિન્ટર બંધ હાલતમાં છે. જેના કારણે ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના જેલ ચોક ખાતે આવેલી કેનેરા બેંકમાં છેલ્લા એક માસથી પ્રિન્ટર બંધ હાલતમાં છે ત્યારે છેલ્લા એક માસથી આ બેન્કમાં ખાતું ધરાવનાર ખાતેદારને બેંક પાસબુક માં આર્થિક લેવડ દેવડ એન્ટ્રી કરી આપવામાં આવી નથી ત્યારે રોજ આ બેંકમાં બેંક ખાતામાં રાશિ જાણવા માટે અને બેંક પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે ખાતેદારો ધક્કા ખાઇ રહ્યા છે ત્યારે છેલ્લા એક માસથી આ બેંકમાં પ્રિન્ટર બંધ હોવાના કારણે બેંકની પાસબુક માં એન્ટ્રી કરવામાં આવી નથી.

ત્યારે બેક કર્મચારીઓ દ્વારા પણ ખાતેદારોને ઉડાઉ જવાબ આપવામાં આવતી હોવાની રાવ ફરિયાદ પણ હાલમાં ઊભી થવા પામી છે ત્યારે એક માસથી પ્રિન્ટર બંધ હોવા છતાં પણ બેંક કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આ પ્રિન્ટર રીપેરીંગ કામ ન કરાવવામાં આવતા ખાતેદારો માં પણ હાલમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે સત્વરે આ પ્રિન્ટર નું કામ કરાવી અને બેંક પાસબુકમાં આર્થિક લેવડ દેવડની એન્ટ્રી કરાવી આપવા માટે ખાતેદારો હાલ માંગ કરી રહ્યા છે.

ત્યારે અમુક વૃદ્ધો પોતાનું પેન્શન જમા થયું છે કે નહીં તે જાણવા માટે વહેલી સવારથી લાઇનમાં પાસબુકમાં એન્ટ્રી માટે ઉભા રહે છે ત્યારે પ્રિન્ટર બંધ હોવાના કારણે વિલા મોઢે પરત ફરી રહ્યા છે ત્યારે અને ગ્રાહકો રોજબરોજના આર્થિક વ્યવહારો જાણવા માટે પણ પાસબુકમાં એન્ટ્રી કરાવવા આવી રહ્યા છે ત્યારે આ બેંકમાં છેલ્લા એક માસથી પ્રિન્ટર બંધ હોવાના કારણે એક પણ ખાતેદારને બેંક પાસબુક માં આર્થિક નાણાકીય લેવડદેવડ ની એન્ટ્રી કરી આપવામાં આવી નથી.

જેને કારણે હાલમાં ખાતેદારોનાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે આ બેંકમાં શરૂ કરી અને ખાતેદારોની બેંક પાસબુકમાં આર્થિક લેવડ દેવડના હિસાબોના એન્ટ્રી કરી આપવામાં આવે તેવી લોક માંગ ઊભી થવા પામી છે..

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો