Gujarat Weather Update/ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, અનેક શહેરોમાં 40 ડિગ્રી પાર, સુરેન્દ્રનગરમાં 43.8 ડિગ્રીનો પારો

ગુજરાતમાં ગરમીનો (Heatwave) પારો હાઇ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં 43.8°C, રાજકોટમાં 42.7°C અને અમદાવાદમાં 42.3°C તાપમાન નોંધાયું. IMD મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમી યથાવત્ રહેવાની શક્યતા છે.

Top Stories Gujarat Breaking News
Heatwave

Gujarat Weather Update:હવામાન વિભાગના તાજા આંકડા અનુસાર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો (Heatwave) પ્રકોપ ચાલુ જ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે, જ્યારે રાત્રે પણ ગરમ પવન અને અસહ્ય બફારો લોકોની મુશ્કેલી વધારી રહ્યો છે.

23 મે, 2026ના રોજ રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું. સુરેન્દ્રનગર 43.8 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજકોટમાં 42.7 ડિગ્રી, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, ગાંધીનગરમાં 42 ડિગ્રી, ડીસામાં 41.2 ડિગ્રી અને કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભુજમાં 40 ડિગ્રી અને વડોદરામાં 40.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું. બીજી તરફ, સુરત 37.2 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન ધરાવતું શહેર બન્યું હતું.

રાજ્યમાં હિટવેવ (Heatwave)

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી (Heatwave) અને ઉકળાટને કારણે લોકો પરેશાન બન્યા હતા, જ્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમીનો માહોલ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.આ તાપમાન સામાન્ય કરતાં 4થી 7 ડિગ્રી વધુ નોંધાયા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી 7 દિવસ સુધી મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય અને અનેક જગ્યાએ 40°Cથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે 42-43°C સુધી પહોંચી શકે છે.

રાત્રે ગરમ પવનો ફૂંકાતા હોવાથી લઘુત્તમ તાપમાન 28-30°Cની આસપાસ રહે છે. આને કારણે લોકોને રાત્રે પણ રાહત મળતી નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા પવનોને લીધે બફારો વધુ અનુભવાઈ રહ્યો છે.આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે, પરંતુ રાજ્યના મોટા ભાગમાં ગરમી (Heatwave) જારી રહેશે.


આ પણ વાંચો :અંબાલાલ પટેલે ગરમીમાં ઘટાડાના આપ્યા સંકેત, જાણો કઈ તારીખથી મેઘરાજા કરશે એન્ટ્રી

આ પણ વાંચો :ગરમી વચ્ચે ફરી માવઠાની આફત, 19 અને 20 એપ્રિલે આ 4 જિલ્લામાં વરસાદની આગાહી

આ પણ વાંચો :ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે રાહતના સમાચાર, પરંતુ શું વધશે ઉકળાટ,બફારો! હવામાન વિભાગની મહત્વની આગાહી