Gujarat Weather forecast/ ગરમી વચ્ચે ફરી માવઠાની આફત, 19 અને 20 એપ્રિલે આ 4 જિલ્લામાં વરસાદની આગાહી

ગુજરાતમાં ગરમી વચ્ચે હવામાન વિભાગે 19 અને 20 એપ્રિલે કમોસમી વરસાદ (Unseasonal Rain)ની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, અરવલ્લી અને દાહોદમાં માવઠાની શક્યતા છે.

Top Stories Gujarat Others
Unseasonal Rain in Gujarat

Unseasonal Rain in Gujarat: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસો માટે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં અત્યારે ગરમીનો પ્રકોપ યથાવત છે, પરંતુ આગામી 19 અને 20 એપ્રિલના રોજ વાતાવરણમાં મોટો પલટો આવવાની અને કમોસમી વરસાદ (માવઠું) પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો અને માછીમારો માટે આ આગાહી ચિંતાનો વિષય બની છે.

Unseasonal Rain in Gujarat

આગામી 3 દિવસ કેવું રહેશે વાતાવરણ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. આ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. જોકે, 3 દિવસ બાદ ગરમીના પારામાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેનાથી કાળઝાળ ગરમીમાંથી સામાન્ય રાહત મળશે.

ભેજવાળા પવન અને દરિયાકાંઠે એલર્ટ

હાલમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને 18 એપ્રિલ સુધી રાજ્યમાં ભેજવાળા પવનોનું જોર રહેશે. આ પવનોને કારણે બફારો અને અકળામણ વધી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના રહીશોને ગરમી સાથે અસહ્ય ભેજનો સામનો કરવો પડી શકે છે.

19 અને 20 એપ્રિલે વરસાદ (Rain)ની આગાહી

હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 19 એપ્રિલથી વાતાવરણના મિજાજમાં મોટું પરિવર્તન આવશે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા. અરવલ્લી અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું પડી શકે છે.

ખેડૂતો માટે ચેતવણી

ઉનાળાના આ દિવસોમાં જ્યારે ખેડૂતોનો તૈયાર પાક ખેતરોમાં અથવા માર્કેટ યાર્ડમાં પડ્યો હોય, ત્યારે આ પ્રકારની વરસાદી આગાહી મુશ્કેલી ઉભી કરી શકે છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના પાકને સુરક્ષિત સ્થાને ખસેડી લે અથવા તાડપત્રીથી ઢાંકી દે જેથી નુકસાનથી બચી શકાય.


આ પણ વાંચો : ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ સાથે કરા, ખેડૂતોને ભારે નુકસાન, IMD ની ચેતવણી

આ પણ વાંચો : ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગરમીમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થશે

આ પણ વાંચો : ગુજરાતમાં માવઠાનો નવો રાઉન્ડ! ફરી વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ