Gujarat Weather:ગુજરાતમાં ગરમી અને ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદનો (Rain Alert) સિલસિલો હજુ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની તાજી આગાહી અનુસાર આજે (5 એપ્રિલ) રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ 7 એપ્રિલથી નવા પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance)ના પ્રભાવથી ફરી એક વાર માવઠું પડવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણ અસ્થિર રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ (Rain Alert) પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી સહિત તમામ જિલ્લાઓમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વીજળીના કડાકા સાથે વરસાદની (Rain Alert) શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત દિવ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ સમાન પરિસ્થિતિ જોવા મળી શકે છે.

કમોસમી વરસાદે (Rain Alert) માજા મૂકી
બાકીના જિલ્લાઓમાં મોટેભાગે સૂકું અને આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ (Rain Alert) નોંધાયો છે.નવા પશ્ચિમી વિક્ષેપના આગમનથી 7 એપ્રિલથી રાજ્યમાં વરસાદી વાતાવરણ સક્રિય થશે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી જામનગર, દ્વારકા, અને કચ્છ જેવા વિસ્તારોમાં અસર વધુ જોવા મળી શકે છે.
આ સમયે પણ ગાજવીજ, વીજળી અને મધ્યમ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 5 અને 6 એપ્રિલ દરમિયાન વરસાદનું (Rain Alert) જોર ઓછું રહેશે અને આકાશ મોટેભાગે સ્વચ્છ રહી શકે છે.રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મહત્તમ તાપમાન આ પ્રમાણે છે
શહેર |
તાપમાન |
| અમરેલી | 35.3° C |
| રાજકોટ | 34.7° C |
| અમદાવાદ | 34.2° C |
| વડોદરા અને સુરત | 34.1° C |
| કેશોદ | 34° C |
| ગાંધીનગર | 33.6° C |
| ભુજ | 33.7° C |
| ડીસા | 32.4° C |
વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં હળવો ઘટાડો જોવા મળી શકે છે. આગામી ૪ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, ત્યારબાદ ૨-૩°નો વધારો થઈ શકે છે.હવામાન વિભાગની આગાહી અનુસાર એપ્રિલ મહિનામાં વરસાદ (Rain Alert) સામાન્ય કરતાં વધુ થવાની શક્યતા છે, જે તાપમાનમાં આંશિક રાહત આપી શકે છે, પરંતુ કૃષિ ક્ષેત્ર માટે તે પડકારજનક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:ગુજરાતમાં એપ્રિલની શરૂઆતમાં માવઠું, ગાજવીજ સાથે વરસાદ, તેજ પવનની આગાહી
આ પણ વાંચો:રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ સાથે ભારે પવનની આગાહી
આ પણ વાંચો:ગુજરાતમાં હવામાનનો મોટો પલટો, બે વરસાદી સિસ્ટમ સક્રિય, 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહી
