Gujarat Weather/ ગુજરાતમાં હવામાનનો મોટો પલટો, બે વરસાદી સિસ્ટમ સક્રિય, 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહી

હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં 4 એપ્રિલ સુધી કમોસમી વરસાદ (Unseasonal Rain), વીજળી અને 30-40 કિમી/કલાકની ઝડપે પવનની આગાહી. ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાત અસરગ્રસ્ત.

Top Stories Gujarat Breaking News
Unseasonal Rain

Gujarat Weather:ગુજરાતમાં આજથી હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, બે અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના અનેક જિલ્લાઓમાં 4 એપ્રિલ સુધી ગાજવીજ, વીજળીના કડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ (Unseasonal Rain) પડવાની સંભાવના છે.આ વરસાદ ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોને અસર કરશે.

આજે કચ્છ, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ (Unseasonal Rain) સાથે ગાજવીજની શક્યતા. કેટલાક સ્થળોએ પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

કમોસમી વરસાદથી (Unseasonal Rain) નુકસાનની ભીતિ 

બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં 3 એપ્રિલે વરસાદી વાતાવરણ રહેશે. ગાજવીજ અને પવન સાથે હળવો વરસાદ (Unseasonal Rain) પડી શકે છે.આ સાથેજ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને અરવલ્લીમાં 4 એપ્રિલ દરમિયાન વરસાદની આગાહી છે. આ દિવસે પણ ગાજવીજ અને પવનની તીવ્રતા જોવા મળી શકે છે.

રાજ્યના મોટા ભાગમાં વરસાદ (Unseasonal Rain) છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ તીવ્રતાનો રહેવાનો અંદાજ છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ અને 30-40 કિમી/કલાકના ગસ્ટી પવનનું જોખમ છે.


આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી એપ્રિલની શરૂઆતમાં વરસાદ

આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદનું એલર્ટ, આજે માવઠાની સંભાવના 

આ પણ વાંચો:ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની આફત! 29-30 માર્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી