Gujarat Weather forecast/ ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની આફત! 29-30 માર્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં 29 અને 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ (Unseasonal Rain) ની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, કચ્છ અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે.

Top Stories Gujarat Others
Gujarat Unseasonal Rain Forecast

Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં કાળજાળ ગરમી વચ્ચે હવે મેઘરાજાની એન્ટ્રી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 29 અને 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. બે-બે શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

Gujarat Unseasonal Rain Forecast

કેમ સર્જાઈ (Unseasonal Rain) માવઠાની સ્થિતિ?

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં પલટો આવશે. આ સિસ્ટમને લીધે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાવાની શક્યતા છે.

આ જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ 

હવામાન વિભાગે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારો માટે સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ આગાહી મુજબ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ વરસાદ દરમિયાન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન પણ ફૂંકાઈ શકે છે. જોકે, માવઠાની આગાહી હોવા છતાં, આગામી 7 દિવસ સુધી ગરમીના પારામાં કોઈ મોટો ઘટાડો જોવા મળશે નહીં, એટલે કે બફારો અને ગરમી યથાવત્ રહેશે.

Gujarat Unseasonal Rain Forecast

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાનમાં આવતા આ મોટા ફેરફારને જોતા વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. 28 અને 29 માર્ચ દરમિયાન દરિયામાં તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

ખેડૂતોમાં ચિંતાનો માહોલ

ભર ઉનાળે માવઠાની આગાહીથી જગતનો તાત ફરી ચિંતામાં મુકાયો છે. ખેતરમાં ઉભેલા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતીવાડી વિભાગે પણ ખેડૂતોને પોતાનો પાક સલામત સ્થળે ખસેડી લેવા અથવા ઢાંકી દેવા અપીલ કરી છે.


આ પણ વાંચો: માર્ચના અંતમાં માવઠાનું સંકટ! ગુજરાતમાં ફરી ફૂંકાશે વાવાઝોડા જેવો પવન, અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાંચો: ગુજરાતમાં માવઠાનું સંકટ! અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ચિંતામાં,પલટાશે વાતાવરણ

આ પણ વાંચો: ઉત્તરાયણ પર પતંગ રસિકોને મોજ પડી જશે, પવન રહેશે એકદમ સાનુકૂળ: અંબાલાલ પટેલ