FIFA WORLD CUP/ સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને 2-1થી હરાવીને મોટો અપસેટ સર્જાયો, મેસ્સીએ બનાવ્યો આ રેકોર્ડ

સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને 2-1થી હરાવીને મોટો અપસેટ સર્જાયો છે, આર્જેન્ટિનાએ પહેલા હાફમાં આક્રમક રમત બતાવી હતી. લિયોનેલ સાઉદી અરેબિયાએ બીજા હાફની શરૂઆતમાં શાનદાર રમત રમી હતી.

Top Stories Sports

સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને 2-1થી હરાવીને મોટો અપસેટ સર્જાયો છે, આર્જેન્ટિનાએ પહેલા હાફમાં આક્રમક રમત બતાવી હતી. લિયોનેલ સાઉદી અરેબિયાએ બીજા હાફની શરૂઆતમાં શાનદાર રમત રમી હતી. સાઉદી અરેબિયાએ 48મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. સાઉદી અરેબિયા માટે સાલેહ અલશેહરીએ આ ગોલ કર્યો હતો. સાલેહ અલશેહરીએ અલ બુરેકાનના પાસ પર ગોલ કર્યો હતો. સાઉદી અરેબિયાએ 53મી મિનિટે બીજો ગોલ કર્યો. આ રીતે સાઉદી અરેબિયાએ પોતાની લીડ મજબૂત કરી. સાઉદી અરેબિયા માટે સાલેમ અલ્દસારીએ બીજો ગોલ કર્યો હતો. આ રીતે સાઉદી અરેબિયાએ ખિતાબની દાવેદાર આર્જેન્ટિનાને 2-1થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.મેસીના ગોલને કારણે આર્જેન્ટિના પ્રથમ હાફમાં 1-0થી આગળ હતું, પરંતુ તે પછી સાઉદી અરેબિયાએ જોરદાર વાપસી કરી હતી.

સાઉદી અરેબિયા સામેની મેચમાં લિયોનેલ મેસીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી 4 અલગ-અલગ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ફૂટબોલર બની ગયો છે. આ દિગ્ગજ ફૂટબોલરે ફિફા વર્લ્ડ કપ 2006, ફિફા વર્લ્ડ કપ 2014, ફિફા વર્લ્ડ કપ 2018 અને ફિફા વર્લ્ડ કપ 2022માં ગોલ કર્યા હતા. જો કે આ મેચમાં ખિતાબના પ્રબળ દાવેદાર મનાતા આર્જેન્ટિનાને હારનો સામનો કરવો પડ્યો છે.