Mehsana News: મહેસાણાના કડી તાલુકાના મેડા આદરજ ખાતે આવેલી બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં રૂ. 4.54 કરોડનું ગોલ્ડ લોન કૌભાંડ સામે આવ્યું છે. આ ચોંકાવનારી ઘટનામાં નકલી સોનાને સાચું બતાવીને 37 ગ્રાહકોએ લોન મેળવી હતી, જેમાં થોળના વેલ્યુઅર સોની મૌલિનની મુખ્ય ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. બાવલું પોલીસે વેલ્યુઅર સહિત 38 શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.બેંક ઓફ ઇન્ડિયાની મેડા આદરજ શાખામાં 37 ગ્રાહકોએ નકલી સોનાના દાગીના મૂકીને ગોલ્ડ લોન મેળવી હોવાનું બેંકના ઓડિટ દરમિયાન ખુલ્યું હતું.
આ ગ્રાહકોએ વેલ્યુઅર સોની મૌલિનની મદદથી ખોટા દાગીનાને સાચા બતાવીને લોનની અરજીઓ કરી હતી. વેલ્યુઅરે બેંકને ગેરમાર્ગે દોરીને નકલી સોનાને 22 કેરેટનું સાચું સોનું હોવાનું પ્રમાણપત્ર આપ્યું, જેના આધારે બેંકે રૂ. 4.54 કરોડની લોન મંજૂર કરી.આ કૌભાંડમાં સોની મૌલિનની ભૂમિકા કેન્દ્રમાં છે, જેમણે ખોટા દાગીનાને મૂલ્યાંકનમાં સાચા બતાવીને ગ્રાહકોની અરજીઓને મંજૂર કરાવી. આ 37 ગ્રાહકોએ પણ જાણીજોઈને નકલી સોનું મૂકીને લોન મેળવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ ઘટનાએ બેંકિંગ ક્ષેત્રમાં વિશ્વસનીયતા અને મૂલ્યાંકન પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. બેંકના ઓડિટમાં આ કૌભાંડ પકડાયા બાદ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ બાવલું પોલીસ સ્ટેશનમાં વેલ્યુઅર સોની મૌલિન સહિત 37 ગ્રાહકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ભારતીય દંડ સંહિતાની કલમ 420 , 406 અને 120B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બાવલું પોલીસે આરોપીઓની ધરપકડ અને વધુ તપાસ માટે એક ખાસ ટીમની રચના કરી છે.
પોલીસે અનુસાર આ કૌભાંડમાં અન્ય શખ્સોની સંડોવણી હોય તેવી શક્યતા પણ નકારી શકાય નહીં, અને તપાસનો વ્યાપ વધારવામાં આવશે.બેંકની ભૂલો અને સુધારણાની જરૂરઆ ઘટનાએ બેંકની ગોલ્ડ લોન પ્રક્રિયામાં ગંભીર ખામીઓ દર્શાવી છે. નકલી સોનાનું મૂલ્યાંકન થયું અને લોન મંજૂર થઈ તે પહેલાં બેંકે દાગીનાની યોગ્ય તપાસ કરી ન હોવાનું સ્પષ્ટ થાય છે.
આ પણ વાંચો:મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રી-ડેવલપમેન્ટ બિલ્ડિંગના ત્રીજા માળેથી યુવકનું પટકાતાં મોત
આ પણ વાંચો:મહેસાણામાં ચૂંટણીપંચની ગંભીર બેદરકારી ઉજાગર, 19 વર્ષીય યુવતીને ગિલોસણ ગામના સરપંચ પદે નિયુક્ત કરી
આ પણ વાંચો:મહેસાણાના વિજાપુરમાં પિતા-પુત્રના સંબંધો શર્મસાર, પુત્રએ પિતાની કરી ઘાતકી હત્યા
