Mehsana news/ મહેસાણાના વિજાપુરમાં પિતા-પુત્રના સંબંધો શર્મસાર, પુત્રએ પિતાની કરી ઘાતકી હત્યા

લાડોલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Gujarat

Mehsana News : મહેસાણાના વિજાપુરમાં પિતા-પુત્રના સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં પુત્રએ પિતાની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ બનાવ વિદાપુરના માલસણ ગામમાંબન્યો હતો. જેમાં વૃધ્ધ પિતા પ્રવિણભાઈ ઠાકોરને પુત્રે પાટુ મારતા તેમનું મોત નીપજ્યુ હતું. જમવા બેસવા જેવી નજીવી બાબતે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો.

જેમાં ઉશ્કેરાયેલા પુત્ર કિશનજી ઠાકોરે પિતાને માર મારતા તેમનું મોત થયું હતું. આ બનાવને પગલે કૌટુંબિક ભાઈએ લાડોલ પોલીસમાં ફરિયાદ નોંઘાવી હતી. જેને આધારે લાડોલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:DGVCL પરીક્ષા અન્યાય અને સ્માર્ટમીટરના વિરોધમાં ચૈતર વસાવા-અનંત પટેલનો હલ્લાબોલ

આ પણ વાંચો:ચૈતર વસાવાનો બૂટલેગર સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ, ચૈતરે કરી સ્પષ્ટતા

આ પણ વાંચો:AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વધી મુશ્કેલીઓ, અંકલેશ્વર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ