Not Set/ કોરોનાનો કહેર વિસ્તરી રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારો સંક્રમણ વધી રહ્યું છે, વડોદરામાં 39 નવા કેસ…

કોરોનાનાં વધતા કહેરમાં આજે ફરી વડોદરામાં કોરોનાના વધુ 39 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આજે સામે આવેલા કેસ બાદ વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1447 થઈ ગઇ છે. કોરોનાનાં ટેસ્ટ રાજ્યભરમાં નથી કરવામાં આવી રહ્યાની બુમરાળ વચ્ચે કોરોના  ટેસ્ટ માટે લેવામાં આવેલા કુલ 183 સેમ્પલમાંથી 39 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. […]

Gujarat Vadodara

કોરોનાનાં વધતા કહેરમાં આજે ફરી વડોદરામાં કોરોનાના વધુ 39 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આજે સામે આવેલા કેસ બાદ વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1447 થઈ ગઇ છે. કોરોનાનાં ટેસ્ટ રાજ્યભરમાં નથી કરવામાં આવી રહ્યાની બુમરાળ વચ્ચે કોરોના  ટેસ્ટ માટે લેવામાં આવેલા કુલ 183 સેમ્પલમાંથી 39 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આંકડાઓ કોરોનાનું વધતું જતુ ભય જનક સંક્રમણ તરફ નિર્દોશ કરી રહ્યા છે ત્યારે, 32 દર્દીઓએ કોરોનાને આજના દિવસે માત આપી હોવાનું પણ સામે આવે છે, અત્યાર સુધીમાં 927 દર્દીઓ સાજા થયા હોવાનું પણ વિદિત છે. ચિંતા જનક વાત એ છે કે, કોરોના હવે શહેરી વિસ્તારોમાંથી નિકળી ગુજરાતનાં ગામે ગામ પહોંચી રહ્યો છે અને માટે જ વડોદરાના કરોડિયા, પાદરા, અને મંજુસર ગામે પણ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews