Not Set/ દેહગામ : ઉત્કંઠેશ્વર પાસે સર્જાયો અકસ્માત, બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત

દેહગામ, ગાંધીનગર જીલ્લ્લાના દહેગામ ઉત્કંઠેશ્વર રોડ પર આજે સવારે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વાત્રક નદીના પૂલ પાસે ચાંદીયોલ ગામનો રહેવાસી દિવ્યેશભાઈ ટીનાભાઈ ખાંટ પોતાની સાસરીથી ઉત્કંઠેશ્ર્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. ત્યારે સામેથી આવતી કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરથી બાઈક ફંગોળાઈને દુર ફેકાઈ ગયું […]

Gujarat Others

દેહગામ,

ગાંધીનગર જીલ્લ્લાના દહેગામ ઉત્કંઠેશ્વર રોડ પર આજે સવારે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વાત્રક નદીના પૂલ પાસે ચાંદીયોલ ગામનો રહેવાસી દિવ્યેશભાઈ ટીનાભાઈ ખાંટ પોતાની સાસરીથી ઉત્કંઠેશ્ર્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. ત્યારે સામેથી આવતી કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

કારની ટક્કરથી બાઈક ફંગોળાઈને દુર ફેકાઈ ગયું હતું.  અને તેમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.  અને કાર ચાલક  નાશી છુટ્યો હતો. મૃતકને પીએમ માટે દેહગામ સરકારી દવાખાનામાં મોકલવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.