દુષ્કર્મ/ દ્વારકામાં મહિલાની સાથે દુષ્કર્મ આચરવાની થઈ પોલીસ ફરિયાદ

આજે આપણે 21 મી સદીમાં જીવવી રહ્યા છે. આજે આપણી આજુબાજુનો સમગ્ર માહોલ તદ્દન બદલાતો જઈ રહ્યો છે. મોટી મોટી ઇમારતો બનતી જઈ રહી છે. લોકો ટેંકોલોજીની સાથે કનેકટ થતાં જઈ રહ્યા છે. પરંતુ, હજુ પણ મહિલાઓની સલામતી એવી જ છે કે જે પહેલાના જમાનામાં સાંભળવા મળતી હતી. ભૂતકાળમાં મહિલાઓ સાથે દુષ્કર્મ , છેડતી, ભેદભાવ […]

Gujarat

આજે આપણે 21 મી સદીમાં જીવવી રહ્યા છે. આજે આપણી આજુબાજુનો સમગ્ર માહોલ તદ્દન બદલાતો જઈ રહ્યો છે. મોટી મોટી ઇમારતો બનતી જઈ રહી છે. લોકો ટેંકોલોજીની સાથે કનેકટ થતાં જઈ રહ્યા છે. પરંતુ, હજુ પણ મહિલાઓની સલામતી એવી જ છે કે જે પહેલાના જમાનામાં સાંભળવા મળતી હતી. ભૂતકાળમાં મહિલાઓ સાથે દુષ્કર્મ , છેડતી, ભેદભાવ તેમજ અત્યાચારના કિસ્સા જે બનતા હતા તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી. આજના સમયમાં પણ મહિલાઓની સાથે એટલાજ પ્રમાણમાં છેડતી, દુષ્કર્મ , અત્યાચાર, અને ભેદભાવ થઈ રહ્યા છે.

દ્વારકા તાલુકાના એક ગામના મહિલા પર ગઈકાલે એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યાની અને તે કૃત્યમાં એક મહિલા સહિત ત્રણે મદદગારી કર્યાની ચોંકાવનારી ફરિયાદ ૫ોલીસમાં નોંધાવાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના એક ગામમાં વસવાટ કરતાં મહિલા સાથે ઈમરાન ઈશાક મોખા નામના શખ્સને કોઈ બાબતે બોલાચાલી થયા પછી ઈમરાન તેમજ સલીમ ઈશાક, રેશ્મા ઈશાક અને અકદર નામના વ્યક્તિઓએ ગાળો ભાંડી હતી.

તે પછી આરોપીઓ પૈકીના ઈમરાન ઈશાક મોખાએ તે મહિલા પર જબરદસ્તીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવની તે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈમરાન મોખા તેમજ તેને મદદગારી કરનાર સલીમ મોખા, રેશ્મા ઈશાક અને અકદર સામે આઈપીસી ૩૭૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે , આપણે એક તરફ રાજ્યમાં મહિલા સલામતીની વાતો કરતાં હોઈએ ને આવી જ્યારે ઘટના અંગે સાંભડવા મળે છે ત્યારે સવાલ એ થાય છે કે ક્યારે આવી ઘટનાઓ બનતી અટકશે ? શું આ અપરાધ માટે કોઈ નવો અને કડકમાં કડક કાયદો બનાવો જોઈએ કે જેથી કરીને આવા ગુનાને અંજામ આપતા પહેલા કોઈ એક વાર નહીં દસ વાર વિચાર કરે.