- ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરાયો નિર્દેશ
- વિકેન્ડ કર્ફયૂ મુદ્દે જરૂરી નિર્ણય લેવા ટકોર
- રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા આદેશ
- હાલની સ્થિતિ લોકડાઉનની જરૂર પડે તેવી: અવલોકન
રાજ્યમાં કોરોના મહામારીનો અજગરભરડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં વધતા જતા કોરોના કેસ મામલે સરકારને ટકોર કરવાની ફરજ પડી છે.
કોરોનાનો કેર / કોરોના ટેસ્ટીંગ માટે લોકોની કતારો, એન્ટીજન કિટ્સની અછતથી લોકોને પડી હાલાકી
ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા અનુસાર રાજ્યમાં 3 થી 4 દિવસ કર્ફયૂ લગાવવા સરકારને નિર્દેશ કરવામાં આવ્યા છે. તો સાથે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિકેન્ડ કર્ફયૂ મુદ્દે જરૂરી નિર્ણય લેવા પણ સરકારને ટકોર કરવામાં આવી છે. તો સાથે રાજ્યમાં યોજાતા રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા આદેશ કરવામાં આવ્યો છે. હાલની સ્થિતિ લોકડાઉનની જરૂર પડે તેવી હોવાનું જણાવ્યું છે. આ સિવાય રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરીને કોરોનાને અટકાવવા જરૂરી પગલાં લેવા પણ નિર્દેશ કરાયો છે.
Gujarat High Court points out that COVID19 cases in the State are increasing, directs the State govt to take a decision on weekend curfew. HC observed that there is a need for lockdown in the State.
— ANI (@ANI) April 6, 2021
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં RTPCR ટેસ્ટ પછી હવે એન્ટીજન કિટ્સમાં પણ તંત્ર વામણુ પુરવાર થતા નગરજનો ભગવાન ભરોસે મુકાઇ ગયા હોય તેવી સ્થિતી સર્જાઇ છે. એન્ટીજન કિટ્સ ખૂટી પડતાં ડોમ ખાલીખમ બની રહ્યા છે. તો સાથે રાજ્યમાં કોરોનાનો દૈનિક નોધતો આંક પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમીતોની કુલ સંખ્યા ૩ લાખ ણે પાર કરી ચુકી છે.
