Ahmedabad : ગુજરાતમાં પાર્ટીના મૂળિયા મજબૂત કરવાના મિશનના ભાગ રૂપે રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. 2027 ની વિધાનસભા ચૂંટણી પહેલા, તેઓ કોંગ્રેસને પાયાના સ્તરે મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા.
મને બોલાવવામાં પણ ન આવી
મુમતાઝ પટેલે કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પાર્ટીના કાર્યકરો અને નાના નેતાઓનું ધ્યાન રાખતા નથી. મને જુઓ મને આગળ વધવા દેવામાં આવતી નથી. રાહુલ ગાંધી 2 દિવસથી ગુજરાતમાં છે, પણ મને ફોન પણ નહોતો આવ્યો. હું પાર્ટીમાં કોઈ પદ ધરાવતી નથી. મુમતાઝ પટેલે કહ્યું કે ગુજરાતમાં આટલા વર્ષોથી ભાજપ સરકાર સત્તામાં છે, ત્યાં પરિસ્થિતિ એવી બની ગઈ છે કે કોંગ્રેસના નેતાઓ પણ ભાજપના સમર્થન વિના આગળ વધી શકતા નથી. જો કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જુનિયર નેતાઓનું ધ્યાન નહીં રાખે તો તેઓ શું કરશે? કોંગ્રેસને દિશા આપવા માટે કોઈ નથી.
#WATCH | Delhi | Congress leader Mumtaz Patel says, "… Rahul Gandhi will meet PCC leaders, block presidents, and district presidents (in Gujarat). But, (I am in Delhi) since I don't hold any post… Many people are trying to stop party workers like me from getting ahead and… pic.twitter.com/XD2zOPmhNv
— ANI (@ANI) March 8, 2025
રાહુલ ગાંધીને વાસ્તવિકતાથી દૂર રાખવામાં આવ્યા
મુમતાઝ પટેલે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીને વાસ્તવિકતાથી દૂર રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દેશભરમાં કોંગ્રેસમાં એવા લોકો છે જે પાર્ટીને આગળ વધવા દેતા નથી. ભલે આવા લોકોની સંખ્યા 30-40 નહીં પણ 400 હોય, તે બધાને શોધીને આગળ લાવવા જોઈએ. આવા લોકો પાર્ટીની નાવ ડુબાડી રહ્યા છે.
અહેમદ પટેલના નિધન પછી પાર્ટીની સ્થિતિ
મુમતાઝ પટેલે કહ્યું- પાર્ટીના કેટલાક લોકો મારા પિતા અહેમદ પટેલ પર ગુજરાતમાં ભાજપ સાથે સેટિંગ હોવાનો આરોપ લગાવતા હતા, પરંતુ આજે હું કહેવા માંગુ છું કે કોંગ્રેસની સરકાર ખૂબ જ ઓછી બેઠકોના માર્જિનથી બનતા બનતા રહી ગઈ હતી. તેમના ગયા પછી પાર્ટીની સ્થિતિ જુઓ. જ્યારે અહેમદ પટેલ જીવતા હતા, ત્યારે કોંગ્રેસે ગુજરાતમાંથી લોકસભાની બેઠકો જીતી હતી, પરંતુ તેમના મૃત્યુ પછીની પરિસ્થિતિ તમે જુઓ.
આ પણ વાંચો: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાના જ પક્ષના નેતાઓ પર થયા ગુસ્સે, આપી આ ચેતવણી
આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા રાહુલ ગાંધી રણનીતિ તૈયાર કરશે
