- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 407
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 269889
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 1
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 301
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 263116
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2363
દેશ અને દુનિયાને મહા મુસિબતમાં લાવનાર કોરોના વાયરસનો કહેર હજુ પણ ઓછો થઇ રહ્યો નથી. થોડા દિવસો પહેલા જે વાયરસનાં આંકડાઓ ભારતમાં ઓછા આવી રહ્યા હતા, તે હવે ધીમે ધીમે વધી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે અહી પણ કોરોનાનાં કેસમાં દિવસો જતા વધારો નોંધાઇ રહ્યો છે.
Covid-19 / કોરોના વાયરસનાં વધતા જતા કેસોને લીધે પુણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ કોલેજો બંધ
ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં હવે ધીમે ધીમે વધારો જોવો મળી રહ્યો છે. કોરોનાનાં આંકડા વધતા હવે સરકાર પણ ચિંતામાં મુકાઇ ગઇ છે. ગુજરાતમાંમાં કોરોના મહામારીનાં સંક્રમણમાં જબરદસ્ત વધારો નોંધાયો હોવાથી સરકારે રાજ્યનાં 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવી દીધો છે. ડિસેમ્બર બાદ ઘટેલો આંકડો ફરી એકવાર ચિંતાજનક રીતે વધ્યો છે. જેથી હાલ એવું કહી શકાય કે તમારી એક ભૂલ તમને હોસ્પિટલ મોકલી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પુરી થતાં જ ગુજરાતમાં રોજે રોજ કોરોનાનાં દૈનિક કેસોમાં ઉછાળો નોધાઈ રહ્યો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસની સંખ્યા 407 પર પહોંચી ગઇ છે. જો કે ગઇ કાલની સરખામણીએ આજનાં કોરોનાનાં આંકમાં 44 નો ઘટાડો નોંધાયો છે.
Covid-19 / કોરોનાની ગતિમાં જનતા જ લાવી શકશે ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં 407 નવા કેસ સાથે હવે રાજ્યમાં કોરોનાનો આંક વધીને 2,69,889 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓનાં મોતનો આંક 1 રહ્યો છે. જ્યારે આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 301 રહી છે. જે આધારે અત્યાર સુધીમાં 2,63,116 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વળી રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2,363 પર પહોંચી ગઇ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
