Amit Shah/ કેન્દ્રીય મંત્રી અમિત શાહની આજે બપોરે વિધાનસભ્યો સાથે બેઠકઃ માર્ગદર્શન આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થતાં પહેલા તે વિજેતા વિધાનસભ્યોને આજે મળશે. બપોરે દોઢ વાગે તેઓ અમદાવાદના સર્કિટ હાઉસ એનેક્સી ખાતે બેઠક યોજશે.

Top Stories Gujarat

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થતાં પહેલા તે વિજેતા વિધાનસભ્યોને આજે મળશે. બપોરે દોઢ વાગે તેઓ અમદાવાદના સર્કિટ હાઉસ એનેક્સી ખાતે બેઠક યોજશે. આ બેઠકમાં બધા 156 વિધાનસભ્યો હાજર રહેશે. અમિત શાહે ગઇકાલે દિલ્હીથી આવ્યા હતા અને પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી.

ભાજપે આ વખતે નવા વિધાનસભ્યોને મોટાપાયા પર મેદાનમાં ઉતાર્યા છે. તેના પગલે અમિત શાહ નવા ચૂંટાયેલા વિધાનસભ્યોને માર્ગદર્શન આપે તેમ મનાય છે. તેઓ વિધાનસભ્યો સાથે શુભેચ્છા બેઠક કરવા દરમિયાન આ માર્ગદર્શન આપશે. અમિત શાહ પોતે ધારાસભ્ય તરીકે લાંબો અનુભવ ધરાવતા હોવાથી તેમનું માર્ગદર્શન ધારાસભ્યોને ઉપયોગી નીવડશે તેમ માનવામાં આવે છે.

આ ઉપરાંત તે ભાજપે સંકલ્પ પત્રમાં દર્શાવેલા પ્રજાકીય કાર્યો કરવાની અને તેને લોકો વચ્ચે લઈ કેવી રીતે જવા તેનું પણ માર્ગદર્શન પણ આપશે તેમ મનાય છે. આ ઉપરાં તે ભાજપના વિધાનસભ્યોને હાકલ કરવાના છે કે તેઓ પ્રજાની વચ્ચે રહે, લોકોના કામ કરે. તેની સાથે આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પીએમ મોદીનો સત્તા પર બિરાજવાનો માર્ગ પ્રશસ્ત કરે.

ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તથા પક્ષનું સંગઠન એકબીજાના તાલમેળમાં કામ કરે તે જોવા અમિત શાહ મક્કમ છે. આ ઉપરાંત હવે પછીનું તેમનું લક્ષ્યાંક આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતને 26માંથી 26 બેઠક ભાજપને મળે તે સુનિશ્ચિત કરવાનું છે. અમિત શાહે અત્યારથી જ તેના માટે કામગીરી આરંભી દીધી હોવાનું મનાય છે. અમિત શાહ અત્યારથી જ તેના ચોકઠા ગોઠવવા માંડ્યા હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણીમાં પણ ગુજરાતમાંથી પાંચેય બેઠક જીતી શકાય તેની તૈયારી અમિત આરંભી દીધી હોવાનું કહેવાયું છે.

વર્તમાન વિધાનસભ્યોને પ્રજાકીય કાર્યો કરવાની અને પ્રજાની સુખાકારીમાં વધારો કરવાની આકરી સૂચના અપાઈ ગઈ છે. આના પગલે ખાસ કરીને અમદાવાદ મેટ્રોનું કામકાજ વધુ વેગવંતુ બની શકે. તેની સાથે રિવરફ્રન્ટમાં અમદાવાદનો બીજો ફેઝ એક્ટિવ થઈ શકે અને તેની કામગીરી ઝડપી બનાવાઈ શકે. તેની જોડે સામેની બાજુએ ગાંધીનગર છેડેથી પણ રિવરફ્રન્ટની કામગીરી શરૂ કરાઈને તેને અમદાવાદ સાથે જોડવામાં આવે. આ કામગીરી આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ પૂરી કરવામાં આવે તો કોઈને આશ્ચર્ય નહી થાય. આ ઉપરાંત અમદાવાદની જેમ સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા જેવા શહેરોમાં પણ રિવરફ્રન્ટ વિકસાવી શકાય તેવી અટકળો કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ

Traffic Policy/ હવે ટ્રાફિક પોલીસ વાહન નહીં રોકી શકે, વાહનો પણ જપ્ત નહીં કરી શકે, ટેકનોલોજીની મદદથી દંડ વસૂલાશે

India-Pakistan/ સાપ તેને પાળનારને પણ ડંખ મારે છેઃ જયશંકરનો પાક પર પ્રહાર