Traffic policy/ હવે ટ્રાફિક પોલીસ વાહન નહીં રોકી શકે, વાહનો પણ જપ્ત નહીં કરી શકે, ટેકનોલોજીની મદદથી દંડ વસૂલાશે

વ્યકતિગત વાહનચાલકો માટે સારા સમાચાર છે. નવી ચૂંટાયેલી ભાજપ સરકાર ટ્રાફિકના નિયમોને  અને દંડને હળવા કરવા જઈ રહી છે.  અસ્તિત્વમાં આવનારા ટ્રાફિકના નવા નિયમ મુજબ પોલીસ વાહનને ઊભા નહી રાખી શકે. નવા નિયમ મુજબ ટ્રાફિક પોલીસ પાસે વાહનને ઊભા રાખવાની સત્તા જ નહી હોય.

Top Stories Gujarat
Traffic policy હવે ટ્રાફિક પોલીસ વાહન નહીં રોકી શકે, વાહનો પણ જપ્ત નહીં કરી શકે, ટેકનોલોજીની મદદથી દંડ વસૂલાશે

ગાંધીનગરઃ વ્યકતિગત વાહનચાલકો માટે સારા સમાચાર છે. નવી ચૂંટાયેલી ભાજપ સરકાર ટ્રાફિકના નિયમોને  અને દંડને હળવા કરવા જઈ રહી છે.  અસ્તિત્વમાં આવનારા ટ્રાફિકના નવા નિયમ મુજબ પોલીસ વાહનને ઊભા નહી રાખી શકે. નવા નિયમ મુજબ ટ્રાફિક પોલીસ પાસે વાહનને ઊભા રાખવાની સત્તા જ નહી હોય.

જો કે આનો અર્થ એમ નથી કે ગમે તેને ગમે તે રીતે વાહન ચલાવવાની છૂટ મળી જશે, વાસ્તવમાં ટેકનોલોજીની મદદથી વાહનચાલક પાસે દંડ વસૂલાશે. અમદાવાદ શહેરમાં મોટાભાગના સ્થળોએ સીસીટીવી ફૂટેજ ગોઠવાઈ ગયા હોવાથી આ દંડ વસૂલવામાં સરળતા રહેશે. આ દંડની નોટિસ ફોટા સાથે જે તે વાહનચાલકના ઘરે આવશે.

આ ઉપરાંત ટ્રાફિક પોલીસ વાહન જપ્તપણ નહી કરી શકે. વર્તમાન નિયમ મુજબ ટ્રાફિક પોલીસ દંડ ન ભરનારા વાહનોને જપ્ત કરી લે છે. આ વાહનોને છોડાવવાની પ્રક્રિયા જટિલ હોવાથી અને તેમા સમય જતો હોવાથી કેટલાય લોકો વાહન પરત લેવા જ આવતા નથી. આના લીધે પોલીસ સ્ટેશને કે બીજા સ્થળોએ વાહનોનો ગંજ ખડકાય છે.

વળી પોલીસ આ વાહન વેચી પણ શકતી નથી, કારણ કે તેને તેમ કરવાની સત્તા પણ નથી. આથી વાહનો પડ્યા-પડ્યા કાટમાળ બની જાય છે, બીજી બાજુએ જેનું વાહન જપ્ત થયું હોય તે હેરાન થાય છે.  હવે કોઈપણ વ્યક્તિને આ પ્રકારની હેરાનગતિ નહી થાય. આમ સરકાર તે તકેદારી લઈ રહી છે કે નિયમોનું પાલન થાય અને વાહનચાલક હેરાન પણ ન થાય. તેની સાથે ટેકનોલોજીની મદદથી વધુને વધુ દંડ મેળવી શકાય. આ ઉપરાંત દંડની રકમ પણ ઓછી રાખવામાં આવનારી છે.

ગુજરાતમાં ભાજપની સરકારે 156 બેઠકની જંગી બહુમતીથી ચૂંટાવવાના પગલે સત્તાના સૂત્રો ગ્રહણ કર્યા પછી લોકોપયોગી કાર્યોની દિશામાં પગરણ માંડી દીધા છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે દરેક પ્રધાનને વ્યક્તિગત મળીને સંદેશો આપી દીધો છે કે આપણે બધાએ અહીં ભેગા મળીને લોકો માટે કામ કરવાનું છે, અહીં વ્યક્તિગત અહમને કોઈ સ્થાન નથી, ફક્ત જનતાની સેવા એ જ મૂળ મંત્ર છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જનતાની સેવાના આપેલા આ જ મૂળમંત્રને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર હવાલો ધરાવતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક અધિકારીઓ સાથે બેઠક કરી છે. આગામી સમયમાં સરકારની ટ્રાફિક પોલિસીના મોરચે આપણને આવા વધુને વધુ જનઉપયોગી સુધારા જોવા મળી શકે છે.