Not Set/ બોલો… હવે “રાવણ” બોલવા પર પણ થશે કાયદાકીય કાર્યવાહી, જાણો શું આ મામલો

નવી દિલ્હી, થોડાક દિવસ અગાઉ જ જેલમાંથી બહાર આવેલા ભીમ આર્મીનાં ચીફ ચંદ્રશેખરે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઈ એક સ્પષ્ટતા કરી છે. ચંદ્રશેખરે ૨૦૧૯ની ચૂંટણી અંગે જણાવતા કહ્યું, “તેઓ આગામી લોકસભા ચૂંટણી લડશે નહિ, હું હાલમાં એક સામાજિક કાર્યકર્તા જ બની રહેવા માંગું છું”. આ ઉપરાંત ભીમ આર્મીના ચીફે પોતાના નામ સાથે “રાવણ” શબ્દ લગાવવા પર […]

Top Stories India Trending
ravan 1536857306 બોલો... હવે "રાવણ" બોલવા પર પણ થશે કાયદાકીય કાર્યવાહી, જાણો શું આ મામલો

નવી દિલ્હી,

થોડાક દિવસ અગાઉ જ જેલમાંથી બહાર આવેલા ભીમ આર્મીનાં ચીફ ચંદ્રશેખરે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઈ એક સ્પષ્ટતા કરી છે. ચંદ્રશેખરે ૨૦૧૯ની ચૂંટણી અંગે જણાવતા કહ્યું, “તેઓ આગામી લોકસભા ચૂંટણી લડશે નહિ, હું હાલમાં એક સામાજિક કાર્યકર્તા જ બની રહેવા માંગું છું”.

આ ઉપરાંત ભીમ આર્મીના ચીફે પોતાના નામ સાથે “રાવણ” શબ્દ લગાવવા પર કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડશે નહિ

એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “તેઓ પોતે હાલમાં સામાજિક કાર્યકર્તા જ બની રહેવા માંગે છે, તેથી તે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડશે નહિ“.

તેઓએ વધુમાં જણાવ્યું, “હું ૨૦૧૯ની ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પાર્ટીનો પક્ષ લઇ શકતો નથી. મને ઈમાનદાર અને પારદર્શી રહેવાની જરૂરત છે”.

“રાવણ” બોલવા પર પણ થશે કાયદાકીય કાર્યવાહી

ભીમ આર્મીના ચીફે પોતાના નામ સાથે “રાવણ” જોડવા અંગે કહ્યું, “હું સ્પષ્ટ કરવા માંગું ચુ કે, મીડિયા અને કેટલાક અન્ય લોકોએ મને “રાવણ”ના નામથી બોલવાનું શરુ કર્યું છે. હું આ નામને તમામ રીતે ખત્મ કરવા માગું છું. મારું નામ ચંદ્રશેખર છે અને હું આ જ નામનો ઉપયોગ કરવા માંગું છું.

તેઓએ વધુમાં જણાવ્યું કે, “જો કોઈ મને રાવણના નામથી બોલાવશે તી હું તેઓ વિરુધ કાયદાકીય કાર્યવાહી કરીશ”.

સાથે સાથે ભીમ આર્મી ચીફે ભાજપ પર નિધન સાધતા કહ્યું, “ભાજપ દ્બારા મને અપમાનિત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. તેઓ આ દ્વારા રામ અને રાવણ વચ્ચે લડાઈ કરાવવા ઈચ્છે છે, કારણ કે ભારતીય સમાજમાં રામને હિરો અને રાવણને રાક્ષસ માનવામાં આવે છે.