Ahmedbad-AMC/ પશુઓ માટે હવે અમદાવાદમાં બનશે સ્મશાન, કરી શકાશે અંતિમ સંસ્કાર

અમદાવાદમાં પશુઓ માટે વિશિષ્ટ પ્રકારનું સ્મશાન બનાવવામાં આવશે. CNG સંચાલિત ભઠ્ઠીમાં પાલતુ પશુઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 75 2 પશુઓ માટે હવે અમદાવાદમાં બનશે સ્મશાન, કરી શકાશે અંતિમ સંસ્કાર

અમદાવાદમાં પશુઓ માટે વિશિષ્ટ પ્રકારનું સ્મશાન બનાવવામાં આવશે. CNG સંચાલિત ભઠ્ઠીમાં પાલતુ પશુઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સામાન્ય રીતે મનુષ્યોના અંતિમ સંસ્કાર થતા હોય છે. પશુઓના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. પરંતુ કેટલાક લોકો પોતાના ઘરે પાલતુ પશુ રાખતા હોય છે. ઘરમાં સાથે રહેનાર પાલતુ પશુ પરિવારના એક સભ્ય જેવું બની જાય છે.  અને જ્યારે આ પાલતુ પશુનુ મૃત્યુ થાય ત્યારે સ્વજન ગુમાવ્યા જેવું દુઃખ થાય છે. અને પોતાના પાલતુ પશુના તેઓ અંતિમ સંસ્કાર ના કરી શકતા તેઓ વધુ દુઃખ અનુભવે છે.

amc 1200

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC)એ આ બાબતને ધ્યાનમાં રાખી પશુઓ માટે સ્મશાન બનાવવાનું નક્કી કર્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્યાસપુર નજીક સુએજ સ્લજ રેડીએશન પ્લાન્ટ પાસે CNG સંચાલિત સ્મશાન બનાવવામાં આવશે. શહેરનું આ પ્રથમ સ્મશાન હશે જ્યાં પાલતુ સહિતના પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરી શકાશે. AMCની સ્ટેન્ડીંગ કમિટિએ આ અંગે 6 મહિના સુધી ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લીધો. અને અંતે CNG સંચાલિત ભઠ્ઠીવાળા સ્મશાન બનાવવાની પ્રપોઝલને મંજૂરી આપી.

આ પ્રાણીઓ ના કબ્રસ્તાન માટે સિટી કાઉન્સિલ ઑફ મોશન | લા Terrazza ડી  મિકેલેન્ગીલો

પશુ અબોલ પ્રાણી છે. કહેવાય છે કે પશુઓનું જીવન મનુષ્ય જીવનના વર્ષો જેટલું બહુ લાંબુ હોતુ નથી. ઘરે રાખવામાં આવતા પાલતુ પશુ થોડા સમય જ સાથે રહે છે છતાં એક સ્વજન જેવી માયા બંધાઈ જાય છે. અને આથી જ્યારે આ પાલતુ પશુનુ મૃત્યુ થાય ત્યારે તેમના સ્વજનની જેમ વિધિવત અંતિમ સંસ્કાર કરાતા વધુ શાંતિ જરૂર મળે છે. AMCએ સીએનજી સ્મશાન બનાવવાની મંજૂરી આપી છે. અને આ સ્મશાનને 5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જો કે આ સ્મશાનમાં પાલતુ સહિતના પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરી શકાશે. સામાન્ય રીતે સીએનજી ભઠ્ઠીમાં માનવ મૃતદેહને બળતા એકથી બે કલાક લાગે છે જ્યારે ગાય, ભેંસ, બળદ જેવા પ્રાણીઓના શબને બળતા 3 થી 4 કલાક લાગી શકે છે. પશુઓના મૃતદેહોને પિરાણા પાસે દફન કરવામાં આવે છે પરંતુ આ સ્મશાન બન્યા બાદ પશુઓના પણ અંતિમ સંસ્કાર થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…