Supremecourt-Patanjali/ પતંજલિના ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, બાબા રામદેવ અને MD બાલકૃષ્ણે માંગી બિનશરતી માફી

પતંજલિના ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવ અને પતંજલિના MD આચાર્ય બાલકૃષ્ણએ કોર્ટમાં બિનશરતી માફી માંગી છે.

Top Stories India
Beginners guide to 2024 04 10T112005.412 પતંજલિના ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, બાબા રામદેવ અને MD બાલકૃષ્ણે માંગી બિનશરતી માફી

પતંજલિના ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. ભ્રામક જાહેરાત કેસની સુનાવણીના એક દિવસ પહેલા બાબા રામદેવ અને પતંજલિના MD આચાર્ય બાલકૃષ્ણએ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને બિનશરતી માફી માંગી છે. માફીપત્રમાં રામદેવ અને બાલકૃષ્ણન બંનેએ કહ્યું છે કે તેઓ આદેશનું સંપૂર્ણ પાલન કરશે અને ન્યાયની ગરિમા જાળવી રાખશે. ભ્રામક જાહેરાત અંગે પતંજલિએ વિગતવાર જવાબ દાખલ કર્યો છે.

રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ બુધવારે સુપ્રીમ કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર થશે. કારણ બતાવો નોટિસના સંદર્ભમાં બંનેને કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. બંનેને પૂછવામાં આવ્યું હતું કે આપેલા નિવેદનોનું પાલન ન કરવા બદલ તેમની સામે અવમાનનાની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ?

સુપ્રીમની ફટકાર

પતંજલિ ભ્રામક જાહેરાત કેસમાં 2 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં રામદેવ અને બાલકૃષ્ણને ફટકાર લગાવી હતી. આ દિવસે કેસની સુનાવણી દરમ્યાન  રામદેવના વકીલ બલબીરે કોર્ટમાં કહ્યું કે ભવિષ્યમાં આવું નહીં થાય. તમે અગાઉ કરેલી ભૂલ માટે માફી માગો. સુપ્રીમ કોર્ટે તેના પર કહ્યું કે માત્ર સુપ્રીમ કોર્ટ જ નહીં પરંતુ દેશની કોઈપણ કોર્ટના આદેશનું ઉલ્લંઘન ન થવું જોઈએ. કોર્ટે પતંજલિની માફી સ્વીકારી ન હતી. કોર્ટે કહ્યું કે તમે શું કર્યું છે તેની તમને કોઈ જાણકારી નથી. અમે તિરસ્કારની કાર્યવાહી કરીશું. આજે 10 એપ્રિલના રોજ બાબા રામદેવ અને બાલકૃષ્ણ પર કોર્ટના તિરસ્કાર બદલ કેસ પર સુનાવણી થશે.

2 એપ્રિલના રોજ, કોર્ટે બંનેને એફિડેવિટ દાખલ કરીને ખુલાસો કરવાની છેલ્લી તક આપી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે અગાઉ દાખલ કરવામાં આવેલી માફી અધૂરી હતી અને માત્ર એક છેતરપિંડી હતી. ઉત્તરાખંડ રાજ્યે પણ વિગતવાર સોગંદનામું દાખલ કર્યું છે અને કહ્યું છે કે પતંજલિ આયુર્વેદ સામે સમયાંતરે કાર્યવાહી કરવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટને ખાતરી આપી છે કે નિર્ધારિત કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તરાખંડ રાજ્યનું સોગંદનામું તે પછી આવ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટે સુનાવણીની છેલ્લી તારીખે રાજ્યને કેસમાં પક્ષકાર તરીકે સામેલ કર્યા હતા.

કોર્ટના તિરસ્કાર બદલ માંગ્યો જવાબ

પતંજલિની ભ્રામક જાહેરાત કેસમાં સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ રાજ્યની હાઈકોર્ટને પણ આડેહાથ લેતા ફટકાર લગાવી હતી. ત્યારબાદ હાઈકોર્ટે આ મામલે કાર્યવાહી કરવા અંગે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી. સુપ્રીમ કોર્ટે 27 ફેબ્રુઆરીએ કોર્ટે પતંજલિ અને તેના એમડીને તિરસ્કારની નોટિસ જારી કરી હતી. માર્ચમાં સુપ્રીમ કોર્ટે પતંજલિના એમડી તેમજ બાબા રામદેવને તિરસ્કારની નોટિસનો જવાબ ન દાખલ કરવા બદલ વ્યક્તિગત રીતે હાજર થવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ બાબા રામદેવ અને બાલકૃષ્ણ આચાર્ય ઉપસ્થિત રહી રૂબરૂમાં માફી માંગી.

એફિડેવિટ દાખલ કરી માંગી માફી

પતંજલિના એમડીએ એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતું કે વિવાદિત જાહેરાતોમાં માત્ર સામાન્ય નિવેદનો છે, પરંતુ અજાણતાં વાંધાજનક વાક્યો પણ સામેલ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જાહેરાતો અધિકૃત છે અને પતંજલિના મીડિયા કર્મચારીઓને કોર્ટના નવેમ્બરના આદેશની જાણ નહોતી. સુપ્રીમ કોર્ટની છેલ્લી તારીખે બાબા રામદેવ અને એમડી બાલકૃષ્ણ બંને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર હતા. જ્યારે બાબા રામદેવનું સોગંદનામું રેકોર્ડ પર ન હતું, ત્યારે કોર્ટે એમડી બાલકૃષ્ણના સોગંદનામા અંગે વાંધો વ્યક્ત કર્યો હતો. સુપ્રીમ કોર્ટે તેને માત્ર ઢોંગ ગણાવ્યો હતો.

પતંજલિ ભ્રામક જાહેરાત કેસમાં જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ સમક્ષ આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે 19 માર્ચે રામદેવ અને બાલકૃષ્ણને પતંજલિ આયુર્વેદ ઉત્પાદનોની જાહેરાતો અને તેની ઔષધીય અસરો સંબંધિત તિરસ્કારની કાર્યવાહીમાં વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થવા જણાવ્યું હતું. 2 એપ્રિલના રોજ સુનાવણી દરમ્યાન બેન્ચે કહ્યું કે કોર્ટના આદેશનો ભંગ કરવાથી શું પરિણામ આવે છે તે તમારે શોધવું જોઈએ.કોર્ટને બાંયધરી આપ્યા પછી પણ તમે તેનું ઉલ્લંઘન કર્યું. તેનું પરિણામ તમારે ભોગવવું પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન

આ પણ વાંચો: રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!

આ પણ વાંચો: 23મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જયેશ મકવાણાએ ગુજરાતનું નામ રોશન કર્યું