Not Set/ ભારતીય રેલ્વેએ બદલ્યો પોતાનો નિર્ણય, 30 જૂન સુધીની તમામ રિઝર્વ ટિકિટો કરી રદ્દ

મુસાફરોને મોટો ઝટકો આપતા ભારતીય રેલ્વેએ 30 જૂન, 2020 સુધી અને તે પહેલાંની આરક્ષિત દરેક ટિકિટ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. 30 જૂન 2020 પહેલાં દરેક ટિકિટ પરત આપી દેવામાં આવશે. જો કે વિશેષ ટ્રેન અને મજૂર વિશેષ ટ્રેન (શ્રમિક સ્પેશિયલ ટ્રેન) દોડતી રહેશે. આનો અર્થ એ થયો કે રેલ્વે જૂન પહેલા નિયમિત ટ્રેનો ચલાવશે […]

India
bea5e6c1384dc1a39761d6a619251263 1 ભારતીય રેલ્વેએ બદલ્યો પોતાનો નિર્ણય, 30 જૂન સુધીની તમામ રિઝર્વ ટિકિટો કરી રદ્દ

મુસાફરોને મોટો ઝટકો આપતા ભારતીય રેલ્વેએ 30 જૂન, 2020 સુધી અને તે પહેલાંની આરક્ષિત દરેક ટિકિટ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. 30 જૂન 2020 પહેલાં દરેક ટિકિટ પરત આપી દેવામાં આવશે. જો કે વિશેષ ટ્રેન અને મજૂર વિશેષ ટ્રેન (શ્રમિક સ્પેશિયલ ટ્રેન) દોડતી રહેશે. આનો અર્થ એ થયો કે રેલ્વે જૂન પહેલા નિયમિત ટ્રેનો ચલાવશે નહીં. કોરોના વાયરસનાં કારણે દેશભરમાં વડા પ્રધાન (પીએમ નરેન્દ્ર મોદી) વતી લાગુ કરવામાં આવેલ લોકડાઓઉનનાં કારણે રેલ્વેએ આ નિર્ણય લીધો છે.

ભારતીય રેલ્વેએ લોકડાઉન દરમિયાન પ્રથમ 15 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ, બુધવારે, રેલ્વેએ મેલ અને એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનું નક્કી કર્યું, પરંતુ રેલ્વેએ એકવાર ફરી પોતાનો નિર્ણય બદલતા 30 જૂન અને તે પહેલાં મુસાફરી માટે બુક કરાવેલ તમામ ટિકિટ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. રેલ્વેનાં આ નિર્ણય પછી, એવું નક્કી કરવામાં આવ્યું છે કે 30 જૂન સુધી કોઈ પેસેન્જર ટ્રેન દોડશે નહીં.